new

રાજ્યના વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરશે


રાજ્યના વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરશે
રાજ્યના વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઇને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરશે.
ગુજરાત રાજ્યના ૭ લાખ કર્મયોગીઓના વિવિદ સંગઠનો ધી સચિવાલય ફેડરેશન, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય કર્મચારી વર્ગ-૪ મંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ તેમજ રાજ્ય બોર્ડ મહામંડળ, મહાનગરપાલિકા મહામંડળ સહીતના હોદ્દેદારો
મહત્વના ૮ આર્થિક અને વટીવટી પ્રશ્નો જેવા કે ફીક્સ પગારમાં વેતન વધારો, છઠ્ઠા પગારપંચના બાકી પ્રશ્નો, વાહન ભથ્થુ, શિક્ષણ ભથ્થુ, ઉચ્ચત્તર પગાર ધોરણમાં ૧૦, ૨૦, ૩૦ની યોજના, અન્ય ભથ્થાઓ, આઉટ સોર્સિંગની ભરતી બંધ કરી રોજગાર કચેરી મારફત નિયમિત ભરતી કરવી, કેશલેસ મેડીકલ યોજના દાખલ કરવી, વગેરે પ્રશ્નો માટે 
તા.૧૯-૬ના રોજ પ્રશ્નોનું નિરાકરણ કરવા આવેદનપત્ર આપવામાં આવેલ. પરંતુ રાજ્ય સરકારના ઉદાસીન વલણના કારણે કોઇ નિરાકરણ ન આવતા રાયના તમામ કર્મયોગીઓ તા.૧૭-૭ થી તા.૩૧-૭ વિધાનસભા સત્ર દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવશે. અને રાજ્ય સરકારનું અસંતોષ તરફ ધ્યાન દોરશે.

Post a Comment

0 Comments