સાતમા પગાર પંચને કેન્દ્રીય કેબીનેટની મંજુરી
કેન્દ્રીય કેબીનેટ ૭માં વેતનપંચની ભલામણોથી વધુ વેતન વૃધ્ધિના પ્રસ્તાવને મંજુરીની મહોરઃ કર્મચારી વર્ગ ખુશખુશાલઃ ન્યુનતમ વેતન ર૩,પ૦૦ અને મહત્તમ ૩.રપ લાખ થશેઃ કુલ વેતનમાં ર૩ ટકા વધારોઃ એચઆરએમાં ધરખમ ફેરફારઃ કર્મચારીઓએ વધુ જવાબદાર બનવુ પડશેઃ કર્મચારીઓ-પેન્શનરોને ૧લી જાન્યુઆરી-૨૦૧૬થી મળશે એરીયર્સનવી દિલ્હી તા.ર૯ : કેન્દ્રીય કર્મચારીઓ માટે અચ્છે દિન આવી રહ્યા છે. આજે તેઓને વેતન વૃધ્ધિની ભેટ મળી છે. કેન્દ્રીય મંત્રીમંડળની આજે યોજાયેલી બેઠકમાં ૭માં વેતનપંચની ભલામણોથી વધુ વેતન વૃધ્ધિના પ્રસ્તાવ પર સહમતી મહોર લાગી છે. વેતનપંચની ભલામણો લાગુ થવાની પ૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પ૮ લાખ પેન્શનરોને લાભ મળ્યો છે. એવુ માનવામાં આવે છે કે, સરકાર આવતા મહિનાથી આ ભલામણો લાગુ કરશે અને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ૧લી જાન્યુઆરી ર૦૧૬થી ૨૩ ટકા જેવું એરીયર્સ મળશે.
સચિવોની એમ્પાવર્ડ કમીટીએ પંચની ભલામણોથી પણ ૧૮ થી ૩૦ ટકા જેટલો પગાર વધારો આપવાની ભલામણ કરી હતી. સરકાર ભથ્થા સાથેની વૃધ્ધિ ર૩ ટકા જેટલી મંજુર રાખી છે. એમ્પાવર્ડ સમિતિએ ન્યુનતમ વેતન ર૩,પ૦૦ અને મહત્તમ વેતન ૩,રપ,૦૦૦ લાખ રૃપિયા કરવા ભલામણ કરી હતી. જેને આજે મંત્રીમંડળની મહોર લાગી છે.
૭મુ વેતનપંચ કર્મચારીઓને ખુશીની સાથે ઝાટકો પણ આપશે. જો જસ્ટીસ અશોકકુમારના વડપણ હેઠળના પંચની બધી ભલામણો સ્વીકારવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓએ પોતાની કામગીરી સુધારવી પડશે એટલુ જ નહી એચઆરએના સ્વરૃપમાં વધુ રકમ ચુકવવી પડશે. સરેરાશ અને ખરાબ દેખાવ કરનારને વેતન વૃધ્ધિના લાભથી વંચિત રહેવુ પડશે. કર્મચારીઓ માટે નવુ વેતન માળખુ નક્કી થશે જેમાં તેમની સ્થિતિ ગ્રેડ-પે થકી નહી પરંતુ પે-મેટ્રીકસ થકી નક્કી થશે. આ સિવાય કર્મચારીઓને અલગ-અલગ પ્રકારના બાવન ભથ્થાથી પણ હાથ ધોવા પડશે. પંચે એચઆરએના મામલામાં એકસ-વાય-ઝેડ શ્રેણીના શહેરો માટે એચઆરએ મુળ રકમના ર૪, ૧૬ અને ૮ ટકાનુ સુચન કર્યુ છે. મોંઘવારી ભથ્થુ પ૦ ટકાથી વધુ થવા પર એચઆરએના દરને ર૭, ૧૮ અને ૯ ટકા તથા મોંઘવારી ભથ્થાના ૧૦૦ ટકા પાર થવાની સ્થિતિમાં એચઆરએનો દર ૩૦, ર૦ અને ૧૦ ટકા કરવા ભલામણ થઇ છે.
પંચે અનેક એવી ભલામણો પણ કરી છે કે, જેનાથી કર્મચારીઓએ અગાઉ કરતા વધુ જવાબદાર બનવુ પડશે એટલુ જ નહી અનેક પ્રકારની સુવિધાઓથી વંચિત પણ રહેવુ પડશે. પંચે ગ્રેચ્યુટીની લીમીટ વધારીને ૧૦ થી ર૦ લાખ રૃપિયાની કરી છે. જયારે પણ પ૦ ટકા ડીએ વધશે તો ગ્રેચ્યુટી લીમીટ રપ ટકા વધશે. સરકારી આવાસમાં રહેનારા લોકોને નુકસાન થશે⚪⚪⚪⚪⚪⚪
0 Comments