new

જય શિક્ષક

જય શિક્ષક..
સરકાર ના આપેલા કયા કામ શિક્ષક કે crcco..  નથી કર્યા..???
આજ સુધી સરકારના તમામ પ્રોગ્રામ સાચા અને ખોટા બધા જ સારી રીતે પાર પાઽયા  તેનું પરિણામ....હવે તો યુધ્ધ અે જ કલ્યાણ... શિક્ષણમાં ખોટા તાયફા અને દરરોજ ની ઉજવણીઓ કરવા ની...પરિપત્રો દર કંલાકે નવુ નવુ બદલાઇ ને આપવાનો.....શિક્ષકને ભણાવવાનો સમય જ નથી...અને crcco ને માહિતી /પરિપત્રો લાવવા અને લઇ જવામા અને વહિવટી કામગીરી મા જ સમય વેઽફાઇ જાય છે....જેથી શાળા કે વર્ગ શિક્ષણની આપણે મુળભુત ફરજ બજાવી શકતા નથી....નકકી ઉપર બેઠેલામાં થી કોઇકને ગામડાના નિર્દોષ બાળકોના શિક્ષણને પછાત જ રાખવામાં રસ તો નથી ને..?????
 જાતજાતના દરરોજ ઉતસવો જ શાળામાં ઉજવાય છે..પછી પરિણામ કયા થી હોય..!!!!
 શું કહ્યું? શિક્ષકે ભવિષ્ય બગાડ્યું?
શિક્ષક શાળામાં હાજર નથી રહેતાં એમ?
આ ભ્રષ્ટ અને લેભાગુ મીડિયાની અનૈતિક્તા કોઇનાથી છૂપી નથી. આ મીડિયાને કોઇ જ હક નથી કે તે શિક્ષકત્વ સામે આંગળી ચીંધે.
સોશિયલ મીડિયામાં શિક્ષકની વિરુદ્ધ લખનારો કોઇ શિક્ષિત અભણ જ હોઇ શકે.
સરકારી શાળાના શિક્ષક સામે આંગળી ચીંધતા પહેલાં આ મીડિયાવાળાઓએ સૌથી પહેલાં તો શિક્ષકોની ડીગ્રિ પર એક નજર કરી લેવી જોઇએ. અને આટલા વેલ ક્વોલિફાઇડ શિક્ષકો હોવા છતાં ક્યાં ઊણપ રહી જાય છે એની તપાસ કર્યા બાદ જ આ મીડિયાવાળાઓએ કંઇક ભસવું જોઇએ.
સૌથી પહેલાં તો સરકારી શાળાઓમાં આવતાં વિદ્યાર્થીવર્ગ અને કપરાં સંજોગોમાં પણ શિક્ષકોની કર્મશીલતાનો અભ્યાસ કરવો જોઇએ.
યાદ રહે, કોઇ શિક્ષક નવરો બેસી રહેતો નથી કે મસ્ટરમાં સહી કરીને શાળામાંથી નીકળી જતો નથી.
(સરકારના બીજા વિભાગો કરતાં સૌથી પ્રામાણિકપણે કોઇ કામ કરતું હોય તો તે શિક્ષક છે, એમ હું છાતી ઠોકીને કહી શકું છું.)
ખાટલે મોટી ખોડ એ જ છે કે સરકારી શાળાના શિક્ષકોને સરકારી કામકાજમાંથી ક્યારેય નવરો નથી થવા દેવાતો. શિક્ષકનો પગ માંડ વર્ગખંડમાં ઠરે કે એને કોઇ ને કોઇ ઇતર સરકારી કામમાં જોડી દેવામાં આવે છે. શિક્ષક વર્ગખંડમાં રહે તો ભણાવે ને! અધૂરામાં વિવિધ વિભાગના અધિકારીઓ 'પ્રાથમિક શિક્ષકોનું કામ તો એકદમ પરફેક્ટ!' એવો લૉલીપોપ આપીને તેને ઇતર કામકાજમાં ધરાર જોતરી દેવામાં આવે છે, સંપૂર્ણપણે વેતરી નાખવામાં આવે છે. અને ભોગ લેવાય છે તો.... શાળાનાં ભૂલકાઓનો...
હા, શિક્ષક પણ દોષી છે જ. કારણ કે, તે સરકારના આવા અન્યાય સામે ક્યારેય અવાજ નથી ઊઠાવતો. બધું જ ઝેર ગટગટાવી જાય છે...
શિક્ષકોના કામને શ્રેષ્ઠ ગણનારી સરકાર જ્યારે શિક્ષકોની કામગીરીમાં અશ્રદ્ધા દાખવીને, તેમની પર અવિશ્વાસ મૂકીને 'ગુણોત્સવ' જેવા તાયફાઓ કરે છે, ત્યારે સાલું લાગી આવે છે. અને એમાંય આ મીડિયા સાચી હકીકત જાણ્યાં વિના આગમાં કૂદી પડે ત્યારે તો ખાસ....
સરકાર એક વખત તો ક્લાર્કોત્સવ, તલાટોત્સવ કે ધારાસભ્યોત્સવ કરી જુએ! દીવા તળે અંધારું જ છે. ફક્ત અમારો શિક્ષકસમાજ જ બદનામ છે.
એક વખત, ફક્ત એક વખત સરકારી ધતિંગોમાંથી શિક્ષકને દૂર કરીને એને ફક્ત નિરાંતે ભણાવા દો. તમે માંગશો એવું પરિણામ મળશે. ક્યારેક અમને પણ વર્ગોત્સવ, અભ્યાસોત્સવ ઊજવવા દો સાહેબ!
જય શિક્ષક

Post a Comment

0 Comments