new

H tat Exam Summary

મિત્રો એચ.ટાટ વર્ષ 2015 માં પાસ થનાર ઉમેદવારો ની સંખ્યા ગત વર્ષ કરતાં થોડી વધુ છે . ચાલુ વરસ નું પરિણામ 21.08 % આવેલ છે , જેમાં8000 ની આસપાસ ઉમેદવારો પાસ થયેલ છે .

હાલ એચ.ટાટ વર્ષ 2015 નું જે પરિણામ જાહેર થયું તેમાં ફાઇનલ આન્સર કી જાહેર થયી હતી  તેમાં ઘણા ઉમેદવારો માં અસંતોષ ની લાગણી ફેલાયેલી હતી જેનું કારણ કામચલાઉ આન્સર કી બાદ જે ઉમેદવારોએ પુરાવા રજૂ કર્યા હતા તે ભૂલો ફાઇનલ આન્સર કી માં સુધારી નથી , જે સંદર્ભ માં આપનું ગુજરાત દ્વારા શ્રી બી.કે ત્રિવેદી સાહેબ ને રજૂઆત કરવામાં આવી છે કે અમુક ઉમેદવારો એક બે માર્કસ માટે પરીક્ષામાં ફેઇલ થાય એમ છે તો આપ શ્રી ફરીવાર અમારી રજૂઆત સાંભળો અને જે પ્રશ્નોનાં માર્ક્સ ખરેખર મળવા પાત્ર છે તેવા માર્ક્સ આપો જેથી ઉમેદવારો ને યોગ્ય ન્યાય મળે , જેના જવાબમાં સાહેબ શ્રી દ્વારા ખુબજ હકારાત્મક વલણ દાખવીને આપણને એક મોકો આપ્યો છે .

તો મિત્રો આવતા સોમવાર અથવા મંગળવાર ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ માં સાહેબ શ્રી ની રૂબરૂ મુલાકાત માં જવાનું છે અને એમની સમક્ષ આપના પ્રશ્નો ની યોગ્ય રજૂઆત કરશું , જેથી ઉમેદવારો ને અન્યાય ના થાય .
Nikhilrpatel.blogspot.in

Post a Comment

0 Comments