new

Its must required think about it

સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીએ શરૂઆત કરી હોય તેમ જિલ્લા પંચાયત હસ્તકની 1200 શાળાઓમાં દરેક શિક્ષકો-શિક્ષિકાઓએ તેમનો મોબાઈલ સ્વીચ ઓફ રાખવો પડશે. કારણ કે તેમની સમક્ષ એવી ફરીયાદો મળી છે કે ચાલુ અભ્યાસ દરમિયાન શિક્ષક-શિક્ષિકાઓ વોટસઅપ, મોબાઈલ કે ફેસબુકના માધ્યમથી ગપસપમાં મશગુલ રહે છે, અને જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ અને સંસ્કાર બંને ઉપર અસર પડે છે, તેથી આ નિર્ણય લેવાયો છે, જેને વાલીજગતે આવકાર્યો પણ છે.
સાબરકાંઠા જિલ્લાની 1200 જેટલી પ્રાથમિક શાળાના શિક્ષકોને શાળામાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન કોઈ પણ શિક્ષક હવે મોબાઈલનો ઉપીયોગ કરતાં ધ્યાને આવશે તો જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ શાળામાં પણ શિક્ષકોએ મોબાઈલ સ્વીચ ઓફ રાખવાનો રહે છે. જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓના કેટલાક શિક્ષકો તેમજ શિક્ષીકાઓ શાળાના શૈક્ષણીક કાર્ય દરમિયાન મોબાઈલ ઉપર, વોટ્સઅપ તેમજ ફેસબુક ઉપર ગપસપ કરવામાં લાગેલા હોય છે. જેની સીધી અસર વિઘાર્થીઓના અભ્યાસ પર પડતી હોય છે. જેના કારણે બાળકો ભણવામાં નબળાં રહેતાં હોય છે. જેને લઈ જિલ્લા વિહીવટી તંત્ર આંખ લાલ કરી છે.
સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પી.કે ત્રિવેદીએ જણાવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારી નાગરાજ. એમ ના સુચનાથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સરપ્રાઈઝ તપાસ કરવામાં આવશે અને શૈક્ષણિક કાર્ય દરમિયાન કોઈ પણ શિક્ષક કે શિક્ષિકા મોબાઈલનો ઉપયોગ કરતાં ઝડપાશે તો તેમની સામે કાયદેસર પગલાં ભરવામાં આવશે તેમજ શાળામાં પણ શિક્ષકોએ મોબાઈલ સ્વીચ ઓફ રાખવાનો રહે છે.

Post a Comment

0 Comments