new

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા માં ૧૯૯૮ પછી નિમાયેલા શિક્ષકોને ફાજલનુ રક્ષણ નહી

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા માં ૧૯૯૮ પછી નિમાયેલા શિક્ષકોને ફાજલનુ રક્ષણ નહી 

સરકાર દ્વારા ૩૦/૬ /૨૦૧૪ થી આજ દિવસ સુધી કોઇને ફાજલન કરવાનુ કારણ એ હતુ કે તેઓ પુખ્ત વિચારણા ને અંતે કોઇ નવી ચોક્ક્સ નિતિ શોધી કાઢવાની હતી પરંતુ આજે એક વર્ષ બાદ તેમનો ફાજલ ને રક્ષણ ન આપવાનો  નિર્ણય યથાવત રાખ્યો છે જે ખુબજ મનઘડત  અને તર્ક રહિત નિર્ણય લાગે છે.  
હવે બધા શૈક્ષણિક સંઘો સરકાર ના આ નિર્ણય સામે રોષે ભરાયા છે ......જે પાણી આવ્યા પછી પાળ બાધવા સમાન છે .....આગ લાગે ત્યારે કુવો ખોદવા બરાબર છે ....આખા ગુજરાત માં ૨૦૦ શિક્ષકો ને સરકાર ના આ પરિપત્ર થી નોકરી સમાપ્તિ નો નિર્ણય લેવાશે ...

હવે ફાજલ થવાનાં કારણો ...આમાં કોણ જવાબદાર....


1. આડેધડ નોન ગ્રાંટેડ -સેલ -ફાઇનાંસ સ્કુલો ને મંજુરી 
2.ધોરણ ૮ પ્રાથમિક માં જવાથી 
૩.સરકાર શ્રી ના નિયમ મુજબ જ્યાં માધ્યમિક શાળા હોય ત્યાંથી 8 કી.મી. કોઇ પણ નવી માધ્યમિક શાળા ને મંજુરી ન આપવી ...જે નિયમ નુ ઉલ્લઘન 
૪.શિક્ષકોની ભરતી માં ભ્રષ્ટાચાર 
૫. પ્રથમ ફાજલ શિક્ષકોને જ સમાવવા પછી નવી ભરતી કરવી જે નિયમ નુ ઉલ્લઘન 
૬.શહેરીકરણ વધવુ ગામડાં ખાલી થવા 
૭. શિક્ષણ માં સરકાર ના વધુ પડતા અખતરા 
૮.માધ્યમિક શાળા ના સંચાલકો ને સ્કુલ કરતા COMPLEX CONSTRUCTION મા વધુ પડતો રસ 
૯. શહેર મા રહેલી માધ્યમિક શાળા પર સરકાર શ્રી નુ અંકુશ ઓછુ 
૧૦.વર્ષ ૨૦૦૯ થી માધ્યમિક શાળા માં સિક્ષકોની - આચાર્યો ની ભરતી ન કરવી જે થી મુખ્ય વિષયો ના સિક્ષકો ની ઘટ ને કારણે વાલીઓ બાળકોને નોન -ગ્રાંટેડ શાળા મા દાખલ કરે છે .
આવા તો હજારો કારણો છે કે જે થી શાળા ના વર્ગો ઘટવા ના અને શાળા બંધ થવાની ......એમાં કોઇપણ સંજોગો મા શિક્ષકો જવાબદાર નથી ....તો પછી એમની નોકરી સમાપ્તિ શા માટે ....?????







Post a Comment

2 Comments

  1. Replies
    1. જે થશે તે સારુ જ થશે કોઇ ચીંતા કરવાની જરુર નથી

      Delete