new

આણંદના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ બનાવી સોલાર રેસિંગ કાર



આણંદના ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓ દ્રારા તૈયાર કરવામાં આવેલ સોલાર રેસિંગ કારે એશિયામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

હરિયાણામાં યોજાએલ એશિયાની સૌથી મોટી સોલાર સ્પર્ધા ઇલેક્ટિકલ સોલાર વ્હિકલ ચેમ્પિયનશિપ-2015માં ચાંગા યુની.ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 113 ટીમોને પછાડી ચાંગા યુની.ની ટીમને પ્રથમ સ્થાન મળ્યું છે. ચાંગા યુની. દ્વારા રજૂ કરાયેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે એશિયાની સૌથી મોટી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મિકેનિકલ એન્જિનિયરિંગના 12 અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના 11 એમ કુલ 23 વિધાર્થીઓ દ્વારા છ માસ પહેલા તૈયારીઓ શરૂ કરવી દેવામાં આવી હતી. આ કારનું વજન ઓછું રહે તે માટે આ કારમાં એલ્યુમિનિયમનો વપરાશ કર્યો હતો. માર્કેટમાં મળતી સોલાર પેનલને બદલે હાઇ કેપેસિટીવાળી મોનોક્રિસ્ટલાઇઝ સોલાર પેનલનો કારમાં ઉપયોગ કરી તેને વધુ આધુનિક બનાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા માત્ર 80,000ના ખર્ચે આ કાર બનાવવામાં આવી છે. જેમાં અત્યાઆધુનિક ક્રૃઝ કારની જેમ સ્પીડ નક્કી કર્યા બાદ એકજ બટન દબાવવાથી તે આપોઆપ નક્કી કરેલ ગતિએ દોડ્યા કરે છે.

અત્યારે આ કારને સમગ્ર એશિયામાં પ્રથમ સ્થાન મળતા ચાંગા યુનિવર્સિટીમાં ઉત્સાહનો માહોલ છે. એકાદ બે દિવસ બાદ વિદ્યાર્થીઓ કાર સાથે પરત ફરતા યુનિ. દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવા તૈયારીઓ હાથ ધરાઇ છે.

Post a Comment

0 Comments