new

ધોરણ -૧૦ ની માર્ચ-૨૦૧૫ ની સ્કુલ ક્ક્ષા ની પરીક્ષા તા ૧૮/૨/ ૨૦૧૫ ના રોજ લેવામો આવશે

Image result for ssc examImage result for ssc exam

સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે ઘણી વેબસાઈટ માટે ફ્રીમાં ઈન્ટરનેટ આપવાની જાહેરાતકરી છે. આ માટે ફેસબુકે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સાથે એક કરાર કર્યો છે. ફેસબુકે તેના માટે એક નવી ઈન્ટરનેટ એપ રજૂ કરી છે. આ એપ ભારત-એશિયામાં પ્રથમ લોન્ચ કરવામાં આવી છે. આ એપ ખાસ મોબાઈલ ફોનથી ઈન્ટરનેટ વાપરનાર લોકો માટે છે.

ફેસબુકના સંસ્થાપકના માર્ક ઝુકરબર્ગે તેમના ફેસબુક પર કહ્યું છે કે, અમારે ભારતમાં ઘણું આગળ વધવાનું છે. પરંતુ મને આશા છે કે જનતાને ફ્રીમાં બેઝિક સેવા આપશે તો ઈન્ટરનેટ યુઝર્સમાં ઘણો ફેરફાર આવશે. આ એપ દ્વારા રિલાયન્સ કોમ્યુનિકેશનના ગ્રાહક 33 અન્ય વેબસાઈટ્સનો ઉપયોગ કરી શકશે. આ એપ દ્વારા તેઓ નોકરી, સરકારી સેવાઓ, હવામાન અને સ્વાસ્થય સેવાઓ વિશે માહિતી મેળવી શકશે. તે માટે રિલાયન્સના ગ્રાહકોને કોઈ વધારાનો ચાર્જ નહિ ચૂકવવો પડે.

એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં હાલ 70 ટકા લોકોને ઈન્ટરનેટની સેવા મળતી નથી. ઝુકરબર્ગે કહ્યું છે કે, દુનિયાને કનેક્ટ કરવા માટે ભારતને કનેક્ટ કરવું બહુ જરૂરી છે. આ દિશામાં અમારુ આ પહેલું પગલું છે

Post a Comment

0 Comments