સર્વિસ ટેકસ દર વધીને ૧૪ ટકા નહીં પરંતુ ૧૬ ટકા થશે
સર્વિસના મૂલ્ય પર બે ટકા સ્વચ્છ ભારત સેસ નખાતાં
પાછલા બારણે બે ટકા સેસ નાંખીને સર્વિસ ટેકસના દરમાં ૨૫ ટકાનો વધારો કરી દેવાયો
કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ દેશના કરોડો કર્મચારીઓને રાજી કરી દીધા છે. બજેટની શરૂઆતમાં જ તેમણે એવી જાહેરાત કરી હતી કે, સાતમાં પગાર પંચની ભલામણો આવતા વર્ષથી લાગુ કરી દેવામાં આવશે. સાતમાં પગારપંચની રચના થઇ ચુકી છે અને વિવિધ કર્મચારી સંગઠનો પણ શું વધારો થવો જોઇએ તેની રજુઆત કરી ચુકયા છે. નાણામંત્રીએ કહ્યુ હતુ કે, સાતમાં પગાર પંચની ભલામણ સ્વીકારવાથી સરકારી ખર્ચ વધશે પરંતુ સરકાર તેને પહોંચી વળવા બટીબધ્ધ છે. સરકાર પગાર ખર્ચ વધશે તો પણ ખાધ વધે નહી તે માટે આવકના નવાસ્ત્રોત ઉભા કરીને પણ સાતમાં પગાર પંચની ભલામણોને અમલી બનાવશે.
0 Comments