ગુજરાત
સરકારના શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડની બેધારી નીતિથી વિદ્યાર્થીઓ ભારે
હાલાકી ભોગવે છે. વિદ્યાર્થીઓના પ્રશ્ને ગઈકાલે ગુજરાત રાજ્ય ખાનગી શાળા
સંચાલક મહામંડળના ઉપક્રમે રજૂઆત કરવામાં આવી હતી. શાળા સંચાલક મંડળના
આગેવાનોએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજકોટ ધારાસભ્ય અને
મંત્રી વિજયભાઈ રૂપાણી, ગોવિંદભાઈ પટેલને શિક્ષણના પ્રશ્ને રજૂઆત કરી હતી.
શાળા
સંચાલક મહામંડળના શ્રી ભરતભાઈ ગાજીપરાના નેતૃત્વમાં ગઈકાલે ગાંધીનગર ખાતે
રજૂઆત કરવામાં આવેલ. જેમાં રાજકોટ શાળા સંચાલક મંડળના પ્રમુખ જતીનભાઈ
ભરાડ, ઉપપ્રમુખ નરેશભાઈ પટેલ, મેહુલભાઈ પરવડા, કારોબારી સભ્ય જયદીપભાઈ
જલુ, અવધેશભાઈ કાનગડ ઉપરાંત કૃષ્ણકાંત ધોળકીયા, રશ્મીકાંત મોદી,
વસંતકુમાર પાઠક તેમજ રાજેશભાઈ નાકરાણી, બળવંતભાઈ પરડવા સહિતના ઉપસ્થિત
રહ્યા હતા.
શાળા
સંચાલક મહામંડળના આગેવાનોએ રજૂઆત કરી હતી કે ધો. ૧૦માં અન્ય રાજ્ય કરતા
ગુજરાત રાજ્યનું પરિણામ ઘણુ ઓછુ આવે છે. ધો. ૧૦માં ઘણી વખત પરીક્ષામાં
કોર્ષ બહારનું પૂછવામાં આવે છે. તે પરત્વે કાળજી રાખવા તેમજ પુરક
પરીક્ષાને માત્ર ૧૨ કલાક બાકી હોય ત્યારે શિક્ષણ બોર્ડ મેસેજ કરે છે કે,
તમે હવે પાસ થઈ ગયા. પૂરક પરીક્ષા આપવાની રહેતી હતી. વિદ્યાર્થીઓના કિંમતી
કલાકોનો વ્યય અટકાવવા જરૂરી સૂચના આપવા માગ કરી છે.
ધો.
૧૨ સાયન્સમાં બે વિષયની પરીક્ષા પૂરક તરીકે આપવાની હોય છે, જ્યારે
કોમર્સમાં એક જ વિષયની કેમ? ઉપરાંત સાયન્સમાં ‘એ'-ગ્રુપવાળા વિદ્યાર્થીઓ
જી ની પરીક્ષા આપતા હોય છે જ્યારે ‘બી' ગ્રુપના વિદ્યાર્થીઓ ગુજકેટની
પરીક્ષા આપતા હોય છે.
ગુજકેટની
પરીક્ષા ગુજરાત સરકાર દ્વારા લેવાય છે જ્યારે જી ની પરીક્ષા કેન્દ્રીય
ધોરણે લેવાય છે. ગુજરાત રાજ્યમાં એક જ બોર્ડ હોવા છતા અસમાનતા કેમ?
અસમાનતા તાકીદે દૂર કરવા માંગણી કરવામાં આવી છે. સરકારે પણ યોગ્ય કરવા
ખાત્રી ઉચ્ચારી છે.
0 Comments