new

મહાત્મા ગાંધી નિર્વાણ દિને ૩૦ જાન્યુઆરીના રોજ યોજાનારી ચિત્ર સ્પર્ધા

રાજ્યની તમામ સ્કૂલોમાં ૩૦ જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધી નિર્વાણ દિને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પગલે સ્કૂલમાં યોજાનારી બીજી કસોટીના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. સ્કૂલોમાં ૨૯ જાન્યુઆરીથી બીજી કસોટી શરૂ થઈ રહી છે ત્યારે ૩૦ જાન્યુઆરીના રોજ યોજાનારી પરીક્ષાઓ હવે સ્કૂલોએ આગળ પાછળના દિવસોમાં ગોઠવવાની રહેશે. ૩૦ જાન્યુઆરીના રોજ યોજાનારા કાર્યક્રમમાં સ્કૂલોએ ફરજિયાત ભાગ લેવાનું હોઈ પરીક્ષાનો કાર્યક્રમ સ્કૂલોએ બદલવો પડશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની તમામ સ્કૂલોમાં ૩૦ જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધી નિર્વાણ દિને મૌન તેમજ ચિત્ર સ્પર્ધા યોજવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. આ દિવસે યોજનારા કાર્યક્રમમાં સ્કૂલોએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે તેવી સૂચનાઓ પણ શિક્ષણવિભાગે આપેલી હોઈ સ્કૂલો તેની તૈયારીમાં લાગી ગઈ છે. બીજી બાજુ સ્કૂલોમાં ૨૯ જાન્યુઆરીથી ધોરણ-૧૦ની એસએ-૨ની અને ધોરણ-૧૧ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની બીજી કસોટીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પરીક્ષાઓ સ્કૂલ દ્વારા જ લેવામાં આવતી હોઈ સ્કૂલ દ્વારા તૈયાર કરાયેલા કાર્યક્રમમાં ૩૦ જાન્યુઆરીના રોજ પણ પરીક્ષા ગોઠવવામાં આવી હતી.
દરમિયાન હવે શિક્ષણ વિભાગની સૂચનાથી રાજ્યની તમામ સ્કૂલોએ ૩૦ જાન્યુઆરીના રોજ યોજાનારી ચિત્ર સ્પર્ધામાં ફરજિયાત ભાગ લેવાનો થતો હોઈ સ્કૂલો પરીક્ષા યોજી શકે તેમ નથી.જેના પગલે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર મોકલી ૩૦ જાન્યુઆરીના રોજ યોજાનારી પરીક્ષા આગળ-પાછળ ગોઠવવા માટે સ્કૂલોને સૂચના આપી છે. જેથી ૩૦ જાન્યુઆરીના રોજ ચિત્ર સ્પર્ધામાં તમામ સ્કૂલો ભાગ લઈ શકે. આમ મહાત્મા ગાંધી નિર્વાણ દિને યોજાનારી ચિત્ર સ્પર્ધાના લીધે સ્કૂલોની બીજી કસોટીની પરીક્ષામાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
મહાત્મા ગાંધી નિર્વાણ દિને સ્કૂલોમાં ચિત્ર સ્પર્ધા યોજાશે• ૩૦ જાન્યુઆરીની પરીક્ષા આગળ-પાછળ લેવા માટે તમામ સ્કૂલોને સૂચના

Post a Comment

0 Comments