આજે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે આજે સમગ્ર દિવસના કાર્યક્રમના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બરાક ઓબામા વચ્ચે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બંને દેશના અગ્રણી નેતાઓએ પરમાણુ કરારને આગળ વધારવાની અને તે ઉપરાંત આર્થિક વેપાર ક્ષેત્રે સમૃદ્ધી લાવવાની વાત કરી હતી.
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઓબામાના સંબોધનની હાઈલાઈટ્સ
- ટેક્નોલોજી દ્વારા વિકાસ વધારીશું
- રક્ષા ક્ષેત્રે વિકાસ કરી શકાય તે માટે પણ બંને દેશો વચ્ચે વાત થઈ છે
- મંગળવારે લોકો સાથે વાત કરવાની રાહ જોઉ છું
- અમે સાથે મળીને લોકોના જીવન સારા બનાવીશું
- અફઘાનિસ્તાનમાં ભારતનો રોલ મહત્વનો છે
- અમેરિકાની સફળતા માટે ભારતનો સાથ જરૂરી છે
- બંને દેશોના આર્થિક સંબંધોને આગળ લઈ જવામાં આવશે
- અમે પરમાણુ કરારના અમલ બાબતે આગળ વધ્યા છીએ
- અમે આ સંબંધોને ઉંચાઈ પર લઈ જઈશું
- ભારત-અમેરિકાના સંબંધોને મજબૂતી મળશે
- મારું ઘણું સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું તે માટે આભાર
- ભારતમાં ફરી આવીને સારુ લાગ્યું
- મને અહિ બોલાવવા માટે નરેન્દ્ર મોદીનો આભાર
- પ્રેસ કોન્ફરન્સની શરૂઆત નમસ્તેથી કરી
પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીના સંબોધનની હાઈલાઈટ્સ
- આતંકવાદી મુદ્દે કોઈ ભેદભાવ રાખવામાં નહિ આવે
- રક્ષા અને સમુદ્રી સુરક્ષામાં બંને દેશો એક બીજાને સહયોગ કરશે
- રક્ષા ક્ષેત્રના કરારને વધારે ઉંચાઈ પર લઈ જવામાં આવશે
- છેલ્લા કેટલાક મહિનાઓમાં બંને દેશોમા સંબંધોમાં વિશ્વાસ આવ્યો છે
- ઓબામા પણ ટેક્નોલોજીનો પૂરો ઉપયોગ સારી રીતે સમજે છે
- પરમાણુ કરારના વ્યવસાયિક પરિણામો હવે જોવા મળશે
- રાષ્ટ્રપતિ હોવા છતા બીજી વખત ભારત આવ્યા તે સંબંધોનું મહત્વ જણાવે છે
- તેઓ ખૂબ વ્યસ્ત છે છતાં તેમણે આટલો સમય ફાળવ્યો તે બદલ ખૂબ આભાર
- 26 જાન્યુઆરીએ ચીફ ગેસ્ટ બનવા માટે તેમનો આભાર
- ભારત-અમેરિકા સ્વાભાવિક મિત્રો છે
- બંને દેશોના સંબંધો વધારે મજબૂત બન્યાં છે
- મહેમાન બનવા બદલ આભાર માન્યો
- અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ફર્સ્ટલેડી મિશેલનું સ્વાગત છે
0 Comments