new

સીસીટીવી વગરની શાળાઓમાં નજર રખાશે



ધોરણ-૧૦-૧૨ પરીક્ષા માટે ૩,૦૦૦ ટેબલેટ પુરા પડાશે
                             વર્ગખંડમાં થતી ગેરરીતીઓ અટકાવવા માટે રાજ્‍યભરની શાળાઓને સુચના છતાં અનેક સ્‍કુલોમાં ઉદાસીનતા છે.અગામી માર્ચ-૨૦૧૫માં ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ ની પરીક્ષા લેવામાં આવનાર છે 
                              આ પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં ગેરરીતીઓ અટકાવવા માટે રાજય ભરની શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાડવાનાં આદેશ બોર્ડ દ્વારા આપવામાં આવ્‍યાં છે ત્‍યારે શાળાઓમાં સીસીટીવી કેમેરા ન હોય તેમને યુદરનાં ધોરણે સીસીટીવી કેમેરા લગાવવા માટે તાકીદ કરાઈ છે તેમજ જે શાળાઓમાં સીસીટીવી નથી તેવી શાળાઓ માટે ત્રણ હજાર ટેબ્‍લેટ સ્‍થવાશે પ્રાપ્‍ત થતી માહીતી મુજબ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૨ માર્ચથી ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડના પરીક્ષા લોવામાં આવનાર છે
                 આ પરીક્ષામાં રાજયભરમાંથી ૧૮ લાખ જેટલા ઉપસ્‍થિત રહેવાના છે જેમાં ધોરણ-૧૦માં ૧૦.૬૭ લાખ, ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહમાં ૫.૪૦ લાખ અને વિજ્ઞાન પ્રવાહમાં ૧.૮૩ લાખ જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ત્‍યારે આ બોર્ડની પરીક્ષા માં ગેરરીતી અટકાવવા માટે દરેક શાળાઓમાં ફરજીયાત કરી દેવામાં આવ્‍યા છે જોકે હજી પણ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં અડધાથી વધિ શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવામાં ાવેલ નથી તેથી બોર્ડનાં અધીકારી દ્વારા જે શાળાઓમાં સીસીટીવી કેમેરા હોય તેવી શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના કેન્‍દ્રો ફાળવામાં આવી રહયા છે 
                                            જ્‍યારે બાકીની શાળાઓને તાકીદે સીસીટીવી કેમેરા લગાવવા માટેની જાહેરાત કરાઈ છે આ અંગે શિક્ષણ બોર્ડના ચેરમેન આર.આર.વરસાણીએ જણાવ્‍યું હતુ કે સીસીટીવી લગાડવાથી શાળાઓમાં કોઈ ગેરરીતી થાય તેમજ હોશિયાર વિદ્યાર્થીને કોઈપણ પરીક્ષામાં ખોટી રીતે અન્‍યાય ન થાય અને ઠોઠ વિદ્યાર્થીઓ ખોટી રીતે ચોરી કરીને પરીક્ષામાં સારા માકર્સ ન આવે તેવો શિક્ષણ બોર્ડનો અભિગમ છે જે માટે જે શાળાઓમાં સીસીટીવી કેમેરા નથી શાળાઓ માટે બોર્ડ દ્વારા ત્રણ હજાર જેટલા ટેબલેટ ફાળવામાં આવશે ઉલ્લેખનીય છે કે સીસીટીવી કેમેરા માત્ર પરીક્ષા પૂરતી નહી પરંતુ વિદ્યાર્થીઓની સલામતી સુરક્ષાની સાથે લાથે પર્પોમન્‍સ પર સીધે સીધી નજર રાખી શરશે. 

Post a Comment

0 Comments