new

આગામી વર્ષથી ધો.૧૦ની ઉત્તરવહીઓ પણ વિદ્યાર્થીઓને બતાવીશું :- શિક્ષણમંત્રી


પૂરતો સ્ટાફ મળશે તો રિએસેસમેન્ટ પ્રોસેસમાં



અમદાવાદ,મંગળવાર
ગુજરાતમ માધ્મયમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વડોદરા ડિવિઝન દ્વારા આજે ધો.૧૦નું પરિણામ જાહેર કરાયું હતું અને આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરવા અને સંપૂર્ણ જાણકારી આપવા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જેઓએ આ પ્રસંગે કેટલીક બાબતો પર ભાર મુકતા જણાવ્યું હતું કે જો અમને પુરો સ્ટાફ મળશે તો આગામી વર્ષથી ધો.૧૦ની ઉત્તરવહીઓ પણ અમે બતાવીશું. આ ઉપરાંત હાલ બીએસસીમાં સેન્ટ્રલાઈઝ સીસ્ટમ અંગે કેટલીક યુનિવર્સિટીઓની કોલેજોમાં વિરોધ ઉભો થયો છે તે અંગે ફરી એકવાર કુલપતિઓ સાથે બેઠક કરી ચર્ચા કરીશું અને વિરોધ શા માટે છે તે જાણીશું.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા હાલ ધો.૧૨ સાન્યસમાં નાપાસ થયેલ વિદ્યાર્થીના રીએસેસેન્ટ એટલે કે ફેર અવલોકનની અરજી નિકાલ સંદર્ભે વિદ્યાર્થીને રૃબરૃ બોલાવીને તેની ઉત્તરવહી બતાવવામા આવે છે. પરંતુ ધો.૧૨ કોમર્સ અને ધો.૧૦માં ઉત્તરવહી બતાવવામા નથી આવતી ત્યારે આ અંગે આજે ધો.૧૦ના પરિણામની જાહેરાત પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમારી પાસે હાલ પુરતો સ્ટાફ નથી અને તેની સામે ધો.૧૦માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય છે અને નાપાસ વિદ્યાર્થીઓની રીચેકિંગ અને રીએસેસમેન્ટ માટેની અરજીઓ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે ત્યારે ધો.૧૦માં રીએસસેમેન્ટ દરમિયાન વિદ્યાર્થીને રૃબરૃ ઉત્તરવહી બતાવવી શક્ય નથી.પરંતુ આગામી સમયમાં અમને પુરતો સ્ટાફ મળશે તો ધો.૧૦માં પણ અમે રીએસેસમેન્ટમાં ઉત્તરવહીઓ વિદ્યાર્થીને બતાવીશું.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં બીએસસી કોલેજોમાં સેન્ટ્રલાઈઝડ સીસ્ટમથી પ્રવેશ કાર્યવાહી કરવા અંગે જાહેરાત કરવામા આવી છે ત્યારે રાજ્યની ભાવનગર,પાટણ અને ખાસ કરીને એમએસ યુનિ.ની કેટલીક કોલેજોમાં વિરોધ ઉભો થયો છે તેમજ કેટલીક કોલેજોએ સેન્ટ્રલાઈઝડ સીસ્ટમ પહેલા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધો હોઈ આ અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ સીસ્ટમને લાગુ કરતા પહેલા અમે રાજ્યની તમામ યુનિ.ઓના કુલપતિઓ સાથે બેઠક કરી હતી અને લાંબી તથા ઊડાણપૂર્વકની ચર્ચાઓ બાદ જ  આ નિર્ણય લેવાયો છે પરંતુ હવે આ મુદ્દે જ્યારે વિરોધ ઉભો થયો છે ત્યારે અમે શા માટે વિરોધ કરાયો છે તે અંગે તપાસ કરાવીશું અને આ સીસ્ટમની સમીક્ષા કરાવીશું.

૧૦-૧૨ના પરિણામોમાં આ  વર્ષે બોર્ડે પ્રથમવાર ગુરૃવારની પરંપરા તોડી
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધો.૧૦ અને ધો.૧૨ કોમર્સ તેમજ સાયન્સ એમ ત્રણેય પરિણામો ગુરૃવારે જ જાહેર કરાતા હોય છે.ગુરૃવાર એ સરસ્વતી તેમજ જ્ઞાાન-કૌશલ્યનો શુભ વાર છે તેથી પરીક્ષાની શરૃઆત સાથે છેલ્લા અનેક વર્ષોથી ધો.૧૦ અને ૧૨ના પરિણામમાં બોર્ડ દ્વારા ગુરૃવાર જ નક્કી કરવામા આવે છે.છેલ્લા ઘણાં વર્ષોથી બોર્ડ ધો.૧૨ સાયન્સ,કોમર્સ કે ધો.૧૦નું પરિણામ હોય ગુરૃવારે જ જાહેર કરતું હતું.પરંતુ આ વર્ષે પ્રથમવાર બોર્ડે આ પરંપરા તોડીને ત્રણેય પરિણામો ગુરૃવાર છોડીને અન્ય વારે જાહેર કર્યા છે.જો કે તે માટે આ વર્ષે  ચૂંટણી પણ એક મહત્વનું કારણ છે.

Post a Comment

0 Comments