new

ધોરણ ૧૦ ના પરીણામ મા થતો સતત ઘટાડો






Post a Comment

1 Comments

  1. સ્વતંત્રતા જેવું કોઈ સુખ નથી. શિક્ષણમાં પણ જો સ્વતંત્રતા આપવામાં આવે તો શિક્ષણ ગુણવત્તા સભર અને વ્યાપક પણ બને. માધ્યમિક શિક્ષણ બોર્ડ નું દસમા નું પરિણામ ૬૩.૮૫ ટકા જેટલું આવ્યું એક વિષય માં નાપાસ હોય તેવી સંખ્યા પણ ૫૭૦૦૦ જેવી છે.સૌથી ઓછું વિજ્ઞાન ૬૯.૮૩ ટકા જયારે ગણિત ૭૨.૬૩ ટકા છે.
    દર વર્ષે ગણિત-વિજ્ઞાનમાં રીપીટર ની સંખ્યા કુદકે -ભૂસકે વધે છે.આ બાબત બધા જ શિક્ષક ના ધ્યાન પર છે જ. સર્વ શિક્ષણવિદ્ પણ આ બાબત થી સુપેરે પરિચિત છે.
    શું એવું ના થઇ શકે કે ગુજરાતી અને અંગ્રેજી બે વિષય જ ફરજિયાત બાકીના પાંચ વિષય મરજિયાત પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવે તો ગણિત અને વિજ્ઞાન માં નાપાસ થવાનું પ્રમાણ ઘટે, સાથોસાથ તેના વિકલ્પે કળાઓ , વાણિજ્ય ગણિત,કોમ્પ્યુટર, મોબાઈલ ટેકનોલોજી વિવિધ ભાષાઓ જેવા રસપ્રદ વિષયોમાંથી પસંદગી ની તક આપવામાં આવે તો સ્વતન્ત્રતા આપવામાં આવે તો શિક્ષણ ગુણવત્તા સભર અને વ્યાપક બને આ ઉપરાંત ધોરણ ૧૧-૧૨ માં પણ આવી સ્વતંત્રતા આપવામાં આવે કે બે વિષય જ ફરજીયાત બાકીના ચાર વિષય સ્વતંત્ર રીતે પસંદ કરવાની છૂટ હોવી જોઈએ.
    વિષય પસંદ કરવાની સ્વતંત્રતા હશે તો વિદ્યાર્થીઓ રસ પૂર્વક અધ્યયન કરશે એટલું જ નહિ તેમને ગેરરીતિ કરવાનું મન પણ નહિ થાય.આમ શિક્ષણ મૂલ્યલક્ષી પણ બનશે.વળી રસપ્રદ વિષયો ને કારણે તેને ઊંડાણપૂર્વક વાંચવું ગમશે તેથી ગુણવત્તા પણ વધશે જ તે નિશંક છે.
    ૧૯૭૫ પહેલા ભણેલા બોર્ડ ના વિદ્યાર્થી એ આવી સ્વતંત્રતા મેળવી છે.ચાલો ને, હાલ ના વિદ્યાર્થી ને આવી તક આપીએ અને મૂલ્યયુક્ત ગુણવત્તા સભર અને ભાર વગર નું ભણતર બનાવીએ.

    ReplyDelete