new

નપાસ થયેલી વિદ્યાર્થીનીને બીએની ડીગ્રી આપી દીધી

યુનિ.ના પરીક્ષા વિભાગનો મહાછબરડો

વિદ્યાર્થીનીને એક વિષયની પરીક્ષા પાસ કરવાની બાકી છે આમ છતા યુનિવર્સિટી તરફથી ફર્


(પ્રતિનિધિદ્વારા)    વડોદરા,શુક્રવાર
એમ.એસ.યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટમાં માર્કના કે વિદ્યાર્થીને ગેરહાજર દર્શાવવાના છબરડા થતા હોય છે પરંતુ આ તમામ છબરડાને બાજુ પર મુકી દે તેવો એક મહા છબરડો રહી રહીને સપાટી પર આવ્યો છે.યુનિવર્સિટીએ આર્ટસ ફેકલ્ટીની નાપાસ થયેલી એક વિદ્યાર્થીનીને ફર્સ્ટ ક્લાસ સાથેની ડીગ્રી એનાયત કરી દીધી છે.
મળતી વિગતો પ્રમાણે આર્ટસમાં અભ્યાસ  કરનાર વિદ્યાર્થીની છાયા સોલંકીએ જુના કોર્સ પ્રમાણે જ્યારે પ્રથમ વર્ષની પરીક્ષા આપી ત્યારે તે અંગ્રેજીના વૈકલ્પિક વિષયમાં નાપાસ થઈ હતી.તેણે ૨૦૧૩માં ટીવાયની પરીક્ષા આપી હતી.આ પરીક્ષામાં તેણે પ્રથમ વર્ગ મેળવ્યો હતો.સાથે સાથે એફવાયના ઓપ્શનલ વિષય અંગ્રેજીની પરીક્ષા પણ તેણે આપી હતી.જોકે તે ફરી આ વિષયની પરીક્ષામાં નાપાસ થઈ હતી અને બીજી તરફ ટીવાયમાં તે પ્રથમ વર્ગ સાથે ઉત્તીર્ણ થઈ હતી.
એફવાયની પરીક્ષામાં પાસ થઈ નહી હોવાથી તેને બીએની ડીગ્રી મળી શકે નહી પરંતુ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા ગત ડીસેમ્બર મહિનામાં યોજાયેલા પદવીદાન સમારોહમાં તેને બીએની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી એટલુ જ નહી ડીગ્રીમાં તેણે પ્રથમ વર્ગ મેળવ્યો હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

Post a Comment

0 Comments