new

શહેરના પાંચ અગ્રીમ વિદ્યાર્થીઓમાં ગુજરાત બોર્ડના બે વિદ્યાર્થી

JEE મેઇનનું પરિણામ જાહેર ધૃતિ શાહ વડોદરામાં અગ્રેસર

જેઇઇ એડવાન્સ માટે ૧૧૫ માર્કસ કટ ઓફ લાઇન


(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,શનિવાર
સીબીએસઇ દ્વારા તાજેતરમાં લેવાયેલી જેઇઇ મેઇનની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયુ હતું. વડોદરામાં નવરચાની વિદ્યાર્થિની ધૃતિ શાહ ૨૯૯ માર્કસ સાથે અગ્રેસર રહી હતી. શહેરના ટોચના પાંચ વિદ્યાર્થીઓમાં ગુજરાતી માધ્યમના બે વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દેશની ટોચની એન્જિનિયરીંગ કોલેજોમાં પ્રવેશ માટેની યાદી તૈયાર કરવાના ભાગરૃપે લેવાયેલી જોઇન્ટ એન્જિનિયરીંગ એન્ટરન્સ એકઝામનું આજે પરિણામ જાહેર થયું હતું. શહેરના ટોચ પાંચ વિદ્યાર્થીઓમાં નવરચના સ્કુલની ધૃતિ નીલેશ શાહ પ્રથમ રહી હતી. પાર્થ સ્કુલના ગુજરાતી માધ્યમના બે વિદ્યાર્થીઓ ટોચના પાંચમા સ્થાન મેળવી શક્યા હતા.
ટોચના લગભગ તમામ તેજસ્વી વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી કોમ્પ્યુટર સાયન્સમાં ઘડવાની તમન્ના રજુ કરી હતી.
આ વર્ષે જેઇઇ એડવાન્સમાં બેસવા માટે ૧૧૫ માર્કસને કટઓફ લાઇન જાહેર કરવામાં આવી છે. ગત વર્ષે કટ ઓફ લાઇન ૧૧૩ માર્કસની હતી. આ જોતા આ વખતે જેઇઇ એડવાન્સમાં બેસનારાની સંખ્યા ઘટી અને સ્પર્ધા તીવ્ર બને તે શક્ય છે.
ગુજરાતમાં આ પરીક્ષા વડોદરા સહિત ૧૪ કેન્દ્રો પર લેવાયેલી હતી. પરીક્ષા લેખિત અને ઓનલાઇન એમ બન્ને રીતે લેવાઇ હતી.
આ પરીક્ષા પાસ કરીને સફળ ઉમેદવાર બીઇ, બીટેક, બી.આર્ક, બી. પ્લાનીંગ જેવા અભ્યાસક્રમોમાં અને દેશની પ્રતિષ્ઠિત આઇઆઇટી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા સક્ષમ બને છે. આજે જાહેર થયેલા વ્યક્તિગત પરિણામો બાદ ઓલ ઇન્ડિયા રેન્ક તા.૭મીએ જાહેર થશે, તેમ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે ટોપર પૈકીના ધૃતિ શાહ, વરૃણેશ ગોયલ અને રોહન શાહ ફિટજીના તાલીમાર્થી છે. જ્યારે રાઘવ સોનવણે અને અવિનેલ જૈન આઇઆઇટી આશ્રમના વિદ્યાર્થીઓ છે.

Post a Comment

0 Comments