new

ધો. ૧૨ સાયન્સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ ૨૩મી મેએ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી

૧લા, ૨જા અને ૩જા સેમેસ્ટર સહિત સરેરાશ રિઝલ્ટ પણ આપી દેવાશે


અમદાવાદ, સોમવાર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો. ૧૨ સાયન્સની પરીક્ષાનું તેમજ એપ્રિલમાં લેવાયેલી ગુજકેટનું પરિણામ ૨૩મી મેના શુક્રવારનાં રોજ જાહેર કરાશે. ચોથા સેમેસ્ટરની સાથે ૨૦૧૩માં લેવાયેલાં સાયન્સના ૧લા, ૨જા, ૩જા સેમેસ્ટરની પરીક્ષા મળીને સરેરાશ પરિણામ પણ આપી દેવાશે. જયારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૨૮મી મેના રોજ જાહેર થવાની શકયતા છે.
ધો. ૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષામાં કુલ ૧૧૫૪૯૫ વિદ્યાર્થીઓ હતા. જેમાં એ ગુ્રપમાં ૭૩૬૭૦ અને બી ગુ્રપમાં ૪૧૭૩૯ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. માર્ચમાં લેવાયેલી ચોથા સેમેસ્ટરની પરીક્ષાનાં પરિણામ માટે વિદ્યાર્થી-વાલીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આખરે બોર્ડે સત્તાવાર રીતે પરિણામની જાહેરાત કરી છે જે મુજબ આગામી ૨૩મીએ પરિણામ આપી દેવાશે. આ વર્ષે આ જ દિવસે વિદ્યાર્થીઓને માર્કશીટ પણ આપી દેવાની વ્યવસ્થા કરાઇ રહી છે.
ચોથા સેમેસ્ટરની સાથે આ જ વિદ્યાર્થીઓએ અગાઉ આપેલી ૧લા, ૨જા અને ૩જા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ આપી દેવાશે.
ચારેય સેમેસ્ટરનું સરેરાશ પરિણામ આપી દેવાશે. જયારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ મેના છેલ્લા સપ્તાહમાં જાહેર થશે. ધો. ૧૦નું પરિણામ ૨જી જૂને આવવાની શકયતા છે. માર્કશીટ સાદી આપવી કે લેમિનેશવાળી તેનો નિર્ણય પણ એકાદ-બે દિવસમાં જાહેર થશે.

Post a Comment

0 Comments