new

યુનિ.માં બે વર્ષમાં ૭૨ બોગસ માર્કશીટ અને ડીગ્રી પકડાઈ

પરીક્ષા વિભાગ પાસે દર મહિને ૨૫૦ માર્કશીટ-ડીગ્રી વેરીફીકેશન માટે આવે છે



કોન્સ્યુલેટે વેરીફીકેશન કરાવતા ભાંડો ફૂટયો
કેનેડા જવા માંગતા વિદ્યાર્થીએ બોગસ માર્કશીટ રજુ કરી

તાજેતરમાં કેનેડીયન કોન્સ્યુલેટે પણ એમ.એસ.યુનિવર્સિટીની મદદ લીધી હતી.એક વિદ્યાથીેએ વીઝા માટે રજુ કરેલા દસ્તાવેજો  પૈકી માર્કશીટ અને ડીગ્રી સર્ટિફિકેટ જોઈને વીઝા ઓફીસરને શંકા ગઈ હતી.આખરે આ ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે એમ.એસ.યુનિવર્સિટિને મોકલવામાં આવ્યા હતા.આ વેરીફેકશનમાં માર્કશીટ અને ડીગ્રી બોગસ હોવાનુ સાબીત થયુ હતુ.આખરે આ વિદ્યાર્થીની વીઝા અરજી પણ ફગાવી દેવામાં આવી હતી.
એપ્રિલ ૨૦૧૨ થી અત્યાર સુધીમાં વેરીફીકેશન દરમ્યાન ૭૨ જેટલી બોગસ માર્કશીટ અને ડીગ્રી પકડાઈ ચુકી છે.મોટાભાગના કિસ્સામાં એવુ જોવા મળ્યુ છે કે નોકરી માટે બોગસ માર્કશીટ અને ડીગ્રીનો ઉપયોગ કરનારા વધારે હોય છે.કેટલાક વિદ્યાર્થીઓ વિદેશ જવા માટે પણ બોગસ માર્કશીટ અને ડીગ્રીનો ઉપયોગ કરે છે.

Post a Comment

0 Comments