ભાવનગર,તા.૨૨
ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આગામી તા.૩ એપ્રિલથી ર્વાિષક પરીક્ષાનો આરંભ થશે.પ્રાથમિક શાળાની ર્વાિષક પરીક્ષામાં જિલ્લાના અંદાજિત ૨,૨૬,૨૨૬ છાત્રોની કસોટી થશે.ધો-૧ થી ધો-૨ના છાત્રોની મૈાખિક પરીક્ષા લેવામાં આવશે.જ્યારે ધો-૩ થી ધો-૮ના છાત્રોની લેખિતમાં પરીક્ષા લેવામાં આવશે.
આ અંગે ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.બી.વરૃએ એક વાતચિતમાં જણાવ્યુ હતું કે, પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.૩થી આરંભ થઈ રહેલી ર્વાિષક પરીક્ષા આગામી તા.૧૧ સુધી ચાલશે.ભાવનગરની ૧૦૬૯ પ્રાથમિક શાળામાં પરીક્ષા લેવામાં આવશે.ભાવનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાના આયોજનને લઈને વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.ધો-૩ થી ધો-૫માં ચાલીશ માર્કસનુ અને ધો-૬ થી ધો-૮માં ૮૦ માર્કસનુ પ્રશ્નપત્ર લેવામાં આવશે.દરમિયાન શિક્ષણ વિભાગના સૂત્રોના વધુમાં જણાવ્યા અનુસાર, પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ પરીક્ષાના પરિણામો જાહેર કરી દેવામાં આવશે.પ્રાથમિક શાળાની ર્વાિષક પરીક્ષા અન્વયે પ્રશ્નપત્રો કાઢવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.અને ટૂંક સમયમાં આ પ્રશ્નપત્રો પ્રત્યેક પ્રાથમિક શાળા સુધી પહોચતા કરી દેવામાં આવશે.લોકસભાની ચૂંટણીઓ હોવાથી શિક્ષકોને તાલિમના કાર્યક્રમમા જવાનુ હોવાથી વહેલા મુક્ત કરી દેવા માટે કવાયત શિક્ષણ વિભાગે હાથ ધરી છે.
0 Comments