ન્યૂયોર્ક, 28 ફેબ્રુઆરી
શુ તમને પણ ઈચ્છા થાય છે કે તમે કોઈ પણ રોક ટોક વગર ઈન્ટરનેટ વાપરો અને વધારે ઉપયોગ કરવા છતા બિલનો કોઈ પ્રશ્ન જ ના હોય? શક્ય છે કે આગામી દિવસોમાં તમારી આ ઈચ્છા પણ પૂરી શઈ શકશે. અમેરિકાની એક કંપની સમગ્ર દુનિયામાં મફતમાં ઈન્ટરનેટ આપી શકે તે પ્રમાણે સ્પેસમાં આઉટરનેટનું આયોજન કરી રહી છે. આ આઉટરનેટ સેટેલાઈટ દ્વારા પ્રસારિત કરવામાં આવતા ગ્લોબલ નેટવર્ક જેવુ હશે.
વાઈ-ફાઈની આ સુવિધાથી હવે તમે સીધુ સ્પેસથી ઈન્ટરનેટ મેળવી શકશો અને તે પણ મફતમાં. ન્યૂયોર્ક સ્થિત મીડિયા ડેવલપમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (એમડીઆઈએફ) નામની સંસ્થાના મત પ્રમાણે આ યોજના સમગ્ર દુનિયામાં લોકોને કોઈ પણ રોક ટોક વગર ફ્રી ઈન્ટરનેટ સુવિધા આપવાની છે. આ ટેક્નોલોજીના કારણે પૃથ્વી પર આવેલા હજારો સેન્ટરથી સેટેલાઈટ દ્વારા ડેટા મોકલવામાં આવશે જેનો ઉપયોગ સમગ્ર દુનિયાના લોકો તેમના ફોન અથવા કોમ્પ્યુટર દ્વારા કરી શકશે.
આ સંસ્થાનું કહેવુ છે કે સમગ્ર દુનિયામાં સરેરાશ 40 ટકા લોકો પાસે ઈન્ટરનેટની સુવિધા નથી. તેથીઆ સંસ્થાના પ્રયત્નો છે કે આ ટેક્નોલોજી દ્વારા દરેક વ્યક્તિ પાસે ઈન્ટરનેટની સુવિધા હોય અને તે પણ વાઈ-ફાઈ જેવુ ઈન્ટરનેટ. આ એકતરફી એટલે કે વન વે નેટવર્ક હશે. આ નેટવર્ક દ્વારા માહિતી સેટેલાઈટ સુધી મોકલવામાં આવશે અને પછી તે જ માહિતી સમગ્ર દુનિયા સુધી સ્પેસના આઉટરનેટ દ્વારા પહોચાડવામાં આવશે. આ પ્રમાણેના નેટવર્ક ઊભુ કરવુ ખૂબ મોંઘુ છે. આ પ્રમાણેના અંતરિક્ષને સ્પેસમાં સ્થાપિત કરવાની શરૂઆત આવતા વર્ષથી કરવામાં આવે તેવી શક્યતા છે. |
|
|
|
0 Comments