new

COMPUTERISATION IN SECONDARY SCHOOL

જિલ્લાની માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું કમ્પ્યુટરાઇઝેશન

વડોદરા તા ૨

માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પરીક્ષામાં કામગીરી લેવામાં સરળતા પડે તે માટે તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. ગાંધીનગર દ્વારા તમામ જીલ્લાના શિક્ષણાધિકારીઓને તમામ શૈક્ષણીક અને બિનશૈક્ષણીક કર્મચારીઓની તમામ વિગતોનું કમ્પ્યુટરાઇઝેશન કરવા જણાવવામાં આવ્યું છે. જેમાં કર્મચારીના નિમણુંની તારીખ થી માંડી મોબાઇલ નંબર જેવી વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કર્મચારીની લાયકાત, વિષય, નિમણૂક, અનુભવ થી મોબાઇલ નંબર સુધ્ધાનો રેકોર્ડ રાજ્ય સરકાર પાસે રહેશે
ગત તા ૫ ના રોજ અગ્રસચિવના અધ્યક્ષપદે કલેક્ટરો સાથેની યોજાયેલ બેઠકમાં કેટલાંક અગત્યના નિર્ણયો પરીક્ષા બાબતોએ લેવામાં આવ્યા હતા. જ્યારે વડોદરા શહેર-જીલ્લાની પરીક્ષા બાબતો માટે ગત મહિને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને  ......

બોર્ડની પરીક્ષા પૂર્વે શાળાઓને સુવિધાઓની માહિતીમોકલવા ડીઇઓનો આદેશ.

ધો.૧૦ અને ધો. ૧૨ની બોર્ડની પરીક્ષા જે શાળામાં યોજાવાની છે તે શાળાઓએ પોતાની સુવિધાઓ અંગેની માહિતી ડીઈઓને આપવી પડશે.ડીઇઓએ શાળાઓને પરીક્ષાલક્ષી માહિતી મોકલવા પાંચ તારીખ સુધીની ડેડલાઇન આપી છે. ખાસ કરીને શાળાઓમાં સીસીટીવી કેમેરા છે કે કેમ,સેનેટરી અને પાણીની સુવિધા,શાળાઓમાં આચાર્ય તેમજ કર્મચારીઓની સંખ્યા સહિતની વિવિધ માહિતી મોકલવા જણાવ્યું છે. જેના થકી આગામી શરૂ થનારી પરીક્ષામાં સુવ્યવસ્થિત આયોજન કરી શકાય. આ ઉપરાંત ડીઇઓએ તમામ શાળાઓનો ડેટાબેઝ રાખવા શાળાઓમાં ફરજ પરના કર્મચારીઓનાપડતર પ્રશ્નો તેમજ જો કોઇ કોર્ટમેટર ચાલતી હોય તો તેની માહિતી મોકલવા આદેશ કરાયો છે. આમ શાળાઓ પાસેથી કુલ ૨૯ જેટલી વિવિધ માહિતી મગાવવામાં આવી છે. તમામ શાળાઓનો ડેટાબેઝ ડીઇઓ પાસે રહેશે. જેના કારણે કઇ શાળાઓમાં ભૌતિક સુવિધાઓ છે કેમ,કયા પડતર પશ્નો છે તેનો તાત્કાલિક ખ્યાલ આવી જાય. આમ પરીક્ષાલક્ષી માહિતી કાલ સાંજ સુધીમાં અને અન્ય ઓવરઓલ ડેટાબેઝ માહિતી પાંચ જાન્યુઆરી સુધીમાં આપી દેવાની તાકીદ કરાઇ છે.આ અંગે ડીઇઓ કે.કે રાઠોડે જણાવ્યુ કે'શાળાઓમાં કર્મચારીઓના પડતર પ્રશ્નો હોય તો તે ક્યારેય સારી રીતે કામ કરી શકે નહીં. અમારા સ્તરના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવીશું.

Post a Comment

0 Comments