new

વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ સરકાર રોકડમાં ચુકવવા માંગ

માંડવી
 સમગ્ર રાજ્યની સાથે પ્રથામિક શાળા તથા હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ અગાઉ રોકડમાં ચુકવવામાં આવતી હતી.જો કે, રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગે જૂન ૨૦૧૩થી બેંક દ્વારા ચુકવવાનું નક્કી કર્યું હતું. જેને માંડવી ચેમ્બર ઓફ કોમર્સે આવકાર્યું હતું અને તેમાં ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે પણ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
Ÿ         જરૃરી દસ્તાવેજોના અભાવે અનેક વિદ્યાર્થીઓ બેંકમાં ખાતા ખોલાવી શક્યા નથી
 આ અંગે ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશીએ જણાવ્યું હતું કે, અનેક વાલીઓ પાસે બેંકમાં ખાતું ખોલાવવા માટે પૂરતા દસ્તાવેજો ઉપલબ્ધ નથી. જેનાં કારણે તેઓ બેંકમાં ખાતું ખોલાવી શક્યા નથી અને તેથી જ તેઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી ગયા છે. જેના કારણે શાળાઓને જૂન ૨૦૧૩માં શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવી હોવા છતાં પણ બેંકમાં ખાતા ન ખોલાવનારા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી ગયા છે. આ વર્ષ માટે જે વિદ્યાર્થીઓ કોઇ કારણોસર બેંકમાં ખાતા ખોલાવવા માટે નિષ્ફળ રહ્યા છે તેવા તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ રોકડમાં ચુકવી દેવાનો હુકમ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આગામી ૨૦ માર્ચ સુધી વિદ્યાર્થીઓ બેંકમાં ખાતાં નહીં ખોલાવે તો સરકાર રોકડમાં ચુકવવાનો નિર્ણય નહીં લે તો શિક્ષકોએ બચતી રકમ માર્ચ માસ દરમિયાન સરકારમાં ના છુટકે જમા કરાવી દેવી પડશે અને બાકી રહેતા સરકાર લાભથી વંચિત રહી જશે. શિષ્યવૃત્તિની રકમ રૃ ૩૦૦ થી ૫૫૦ હોવાનું તેમણે જણાવ્યું હતું.

Post a Comment

0 Comments