રાજય સરકાર દ્વારા ટેટ પાસ ગણિત અને વિજ્ઞાાનના શિક્ષકોની ટૂંક સમયમાં ભરતી કરવામા આવશે. બીજી બાજુ સમાજિક વિજ્ઞાાન વિષયના ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે.ગણિત વિજ્ઞાાન વિષયના શિક્ષકની સરખામણીમાં સામાજિક વિજ્ઞાાન વિષયના ઉમેદવારોની ભરતી નહિ કરવામા આવતા રાજ્યના શિક્ષણ વિભાગની એકને ગોળ અને બીજાને ખોળની નીતિની કેળવણીકારોમાં ટીકા થઈ રહી છે.
આ અંગે સાંપડતી માહિતી અનુસાર, ભાવનગર સહિત રાજ્યભરમાં આશરે ૧૨૦૦૦ જેટલી સામાજિક વિજ્ઞાાન અને શાસ્ત્રની જગ્યાઓ ખાલી છે. ગત વર્ષે માત્ર એક જ વાર બે વખત ટેટ પાસ ઉમેદવારોને ભેગા કરીને ૩૩૦૦ શિક્ષકની ભરતી કરાઈ છે. ભાષામા પણ ઉમેદવારોની ઓછી ભરતી થઈ રહી છે. ભરતીમાં સરકાર દ્વારા એકને ખોળ અને બીજાને ગોળની નીતિ અપનાવાઈ રહી છે.શુ ગણિત-વિજ્ઞાાન વિષયના શિક્ષકોની જરૃરીયાત છે તેટલી ભાષા કે શાસ્ત્ર ઉમેદવારની નહિ હોય.?તેવો સવામણનો સવાલ ઉઠવા પામ્યો છે. રાજ્ય સરકાર માથા પર ચૂંટણી આવે ત્યારે શાસ્ત્ર અન ભાષાના ૬૦ હજાર ટેટ પાસ ઉમેદવારોની ભરતી બહાર નહિ પાડીને ઉમેદવારોમાં અસંતોષના ઉમળતા ચરૃમાં આગ ચાપી છે.વળી હાઈકોર્ટે પણ દરેક વિષયને સમાન ગણાવીને મહત્વના ગણાવ્યા હોઈ સરકાર દ્વારા ભરતી નહિ કરવામા આવતા ઉમેદવારોમાં રોષ વ્યાપી ગયો છે
2 Comments
સરકાર આ સારું નથી કરી રહી. તેમને ખરેખર વિચરવું જોઈએ.
ReplyDeletess ni bharti kyare
ReplyDelete