new

Semester - I result



ધો. ૧૧ વિ.પ્રના પ્રથમ સેમેસ્ટરનું બોર્ડે ઓનલાઇન રાતે ૧:૩૦ વાગ્યે મુકી દેતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. આમ તો પરિણામ સવારે ૯ થી ૧૦ વાગ્યાની આસપાસ મુકવુ જોઇએ તેના બદલે રાતે પરિણામ મુકી દેવાતા બોર્ડનો તર્ક અને હેતુ સમજી શકાય તેવો નથી. વહેલા પરિણામને કારણે વિદ્યાર્થી હતાશ થઇ અવળું પગલુ ભરી શકે તેમ છતાં રાતે પરિણામ કેમ મુકવામાં આવ્યુ તે પ્રશ્ન છેમાર્ચ ૨૦૧૨માં ધો. ૧૨ની પરીક્ષામાં ગુણસુધારણા કૌભાંડ થયુ હતું. આ કૌભાંડ થવા પાછળનું કારણ એ હતુ કે ઓનલાઇન પરિણામ આવ્યા બાદ ૯ દિવસે માર્કશીટ આપવામાં આવી હતી. આ વચ્ચેના સમયગાળાને કારણે કૌભાંડ થયુ હતું . જેની લેખિત રજુઆત પણ થઇ હતી ત્યાર બાદ બોર્ડે ખાત્રી આપી હતી કે ઓનલાઇન પરિણામ અને માર્કશીટ સાથે આપીશું જેથી ફરી આવુ કૌભાંડ ન થાય. આ છતાં ધો. ૧૧ પ્રથમ અને ધો. ૧૨ના ત્રીજા સેમેસ્ટરના જાહેર થયેલા પરિણામ બાદ માર્કશીટ ક્યારે આપશે તેવી કોઇ સ્પષ્ટતા કરી ન હોવાથી આવા સંજોગોમાં ફરી ગુણ સુધારણા કૌભાંડ થાય તેવી બારી શિક્ષણ બોર્ડે ખુલ્લી રાખી હોવાનો આક્ષેપ બોર્ડના સભ્ય ડો પ્રિયવદન કોરાટે કર્યો હતો. જેને કારણે શિક્ષણ જગતમાં આ મુદો ચર્ચાનો વિષય બન્યો છે

Post a Comment

0 Comments