new

શિક્ષિત બેકારો વિશે મારો એક વિચાર ........

જરા વિચાર માગી લે તેવો છે આ આર્ટીકલ

 આપણી આ એજ્યુકેશન સિસ્ટમ માં થોડું ડોકિયું કરીએ તો આપણ ને ખબર પડે કે ખરેખર તકલીફ ક્યા છે

હાલ માં આપણા દેશ માં બે બાબતો પર ખુબ પૈસા ની જરૂર પડે છે.

( ૧ ) દવાખાનું 


( ૨ )  શિક્ષણ 

            જ્યારે બાળક જન્મે છે ત્યાર થી પુખ્ત વાય નો થાય છે ત્યાં સુધી તેની પાછળ ઉપર ની બે બાબતો પર ખુબ નાણા નો વ્યય થાય છે

ઉપર ની બંને બાબતો મો સેલ્ફ ફાઈનાન્સ લાગુ પડે છે અભ્યાસ કરવો હોય તો પણ પોતાના પૈસે ભણવાનું અને દવા -મેડીકલ નો ખર્ચ માં પણ પોતાના પૈસા વેડફવાના

જ્યારે બીજા  વિકાસ શીલ દેશોની સરકાર ખુબ જાગૃત છે ત્યાં શિક્ષણ અને દવાખાનું બંને સરકાર દ્વારા મફત આપવામાં આવે છે. ( અમેરિકા ,કેનેડા )

શિક્ષણ  નો અંદાજીત ખર્ચ 

ધોરણ ૧ થી ૧૨ સુધી દર વર્ષે ૨૦,૦૦૦ * ૧૨  વર્ષ                             = ૨,૪૦,૦૦૦

ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સમાં  ટ્યુશન  ખર્ચ ૫૦,૦૦૦ *૨ વર્ષ            = ૧,૦૦,૦૦૦

એન્જીનીયરીંગ  સેલ્ફ ફાઈનાન્સ  ખર્ચ ૧,૦૦,૦૦૦ * ૪ વર્ષ                  = ૪,૦૦,૦૦૦

માસ્ટર ડીગ્રી માટે નો ખર્ચ   ૧,૦૦,૦૦૦ * ૨ વર્ષ                                  =  ૨,૦૦,૦૦૦

જી.પી.એસ.સી., ટેટ, ટાટ ,  નાં વર્ગો ૧૦,૦૦૦                                       =     ૧૦,૦૦૦

હોસ્ટેલ ફી અને જમવાનો ખર્ચ અંદાજિત                                              = ૨,૫૦,૦૦૦

કુલ ખર્ચ                                                                                        = ૧૨,૦૦,૦૦૦ (બાર લાખ રૂપિયા પુરા               

આ ખર્ચ મેડીકલ માં અભ્યાસ કરતો હોય તો વધી શકે છે  =  ૫૦,૦૦,૦૦૦ ( પચાસ લાખ રૂપિયા પુરા )


પરિણામ શું ??????

વળતર  શું ??????

નોકરી ??????

મળે તો પણ ફીક્ષ વેતન પુરા પાચ વર્ષ  ???????  સરકાર શ્રી નું શોષણ  ( તેમાંથી વિકાસ  )

આજ પૈસા બેંક માં મુકાયા હોય તો ???

 જમીન ખરાદી હોય તો     ???

 ધંધા માં રોકાણ કર્યું હોય તો  ???



ગણા વાલી પોતાના લાડકવાયા સંતાનો ને ભણાવા માટે દેવું કરી ને ,પેટે પાટા બાધી ને ભણાવે છે છતાય

નોકરી ના  મળે તો શું થાય તેની વેદના તો એજ જાણી શકે ....


આ સરકાર માં હાલ શિક્ષણ નો અંધકાર યુગ ચાલી રહ્યો છે .....ભગવાન જાણે હવે શું થશે ......પરંતુ જ્યારે 

શિક્ષિત બેકારો આંદોલન કરશે ત્યારે પરિણામ ખુબ જ ગંભીર આવી શકે છે ....

Post a Comment

1 Comments