new

શાળામાં પ્રાર્થના ગાતી વેળા શિક્ષકને હાથ જોડવાની ફરજ પાડી ન શકાય


શાળામાં પ્રાર્થના ગાતી વેળા શિક્ષકને હાથ જોડવાની ફરજ પાડી ન શકાય
-શાળામાં પ્રાર્થના ગાતી વેળા શિક્ષકને હાથ જોડવાની ફરજ પાડી ન શકાય
-શિક્ષક પુસ્તકમાંની પ્રતિજ્ઞા વાંચતી વેળાએ હાથ આગળ કર્યા વિના ઊભા રહે તો શિસ્તભંગ ગણશે નહીં
 
''અનુદાનિત શાળાઓમાં કરાની પ્રાર્થના ધાર્મિ‌ક હોવાતી અને પ્રાર્થનાઓ કોઈ શિક્ષકને પોતાના ધર્મ સંબંધી વિચારો સાથે સુસંગત કે અનુકુળ ન લાગે તો એ પ્રાર્થના ગવાતી હોય ત્યારે તેમને હાથ જોડવાની ફરજ પાડી ન શકાય’’ એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો મુંબઈ વડી અદાલતે આપ્યો હતો. એવી જ રીતે શિક્ષક પુસ્તકમાંની પ્રતિજ્ઞા વાંચતી વેળા હાથ આગળ કર્યા વિના ઊભા રહે તો તેમાં શિસ્તભંગ ગણશે નહીં, એમ પણ અદાલતે જણાવ્યું હતું.
 
નાસિકની મહાત્મા ફૂલે સમાજ શિક્ષણ સંસ્થાના શિક્ષક સંજય આનંદા સાળવેની અરજીની સુનાવણીમાં ન્યા. રેવતી મોહિ‌તે - ઢેરે તથા ત્યા. અભય ઓકની ખંડપીઠે આ ચૂકાદો આપ્યો હતો. ''બંધારણમાં નાગરિકોને ધર્મ-સંપ્રદાયમાં આસ્થાનું સ્વાતંત્ર્ય તથા વિવેક બુદ્ધિ અનુસાર નિર્ણય લેવાની છૂટ આપી છે. તેથી પ્રાર્થના ગાવા કે વાંચવા અથવા તેના ગાયન-પઠન વેળા હાથ જોડવાની શિક્ષકોને ફરજ પાડી નશકાય. જો એવી ફરજ પડાય તો એ બંધારણમાં અપાયેલા મૂળભૂત અધિકારોનો ભંગ ગણાશે.’’ એમ તેમણે ચુકાદામાં જણાવ્યું હતું.

Post a Comment

0 Comments