new

જાણો ક્રિકેટના ભગવાન સચિન શું બોલ્યા તેમની છેલ્લી સ્પીચમાં..



મુંબઇ, 16 નવેમ્બર

ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકરને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવશે. આગામી વર્ષે 26 જાન્યુઆરીએ સચિનને ભારત રત્નથી નવાજવામાં આવશે. પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલિઝ મુજબ સચિનને આ સન્માન આપવામા આવશે.

જાણો સચિન તેની છેલ્લી  સ્પીચમાં કોના વિશે શું બોલ્યો....

(ફાધર)

મારા જીવનમાં મારા પિતાનું સૌથી અગત્યનું યોગદાન છે. ૧૯૯૯માં મારા પિતાના મૃત્યુ બાદ તેમની કમી હંમેશા મને નડી છે. તેમના માર્ગદર્શન વગર હું અહિં ઉભો પણ ન રહી શકત. તેમણે મને ૧૧ વર્ષની ઉંમરથી છુટ આપી હતી. તેમણે કહ્યું હતુ કે જીવનમાં ક્યારે પણ હાર ન માનવી જોઈએ અને એક સારો વ્યક્તિ બનવુ જોઈએ.

(મધર )

હું નથી જાણતો કે મારા જેવા નટખટ બાળકને મારી માતાએ કેવી રીતે મોટો કર્યો. મારી માતાએ મારુ ખુબ જ ધ્યાન રાખ્યું છે. જે સમયે મેં ક્રિકેટ રમવાનું શરૃ પણ ન કર્યુ ન હતુ તે સમયથી તે મારા માટે પ્રાર્થનાઓ કરી રહી હતી. અને તે પ્રાર્થનાઓ હંમેશા માટે ચાલુ રહી હતી.. તેમના ત્યાગ માટે હું તેમને ધન્યવાદ કરૃ છું.

(ભાઈ બહેન)

મારા મોટા ભાઈ નિતીન અને તેમના પરિવારે હંમેશા મારો સાથ આપ્યો. તેઓ હંમેશા મને કહેતા તેમને મારા પર પુરો વિશ્વાસ છે. અને મારા જીવનમાં હું જે કરીશ તેનુ ૧૦૦ ટકા પરિણામ આપીશ. મારી બહેન સરિતા અને તેમનુ પરિવાર પણ કંઈ અલગ નથી. મને મારો પહેલો બેટ મારી બહેને ભેંટ તરીકે આપ્યો હતો. તે એવી છે કે જ્યારે હું બેટીંગ કરૃ છું ત્યારે તે ઉપવાસ કરે છે.

(પત્ની)


૧૯૯૦માં સૌથી સારી ઘટના એ સમયે બની જ્યારે હું અંજલીને મળ્યો. એક ડોક્ટર તરીકે અંજલી સામે એક ઉજ્જવળ ભવિષ્યની તક હતી. પરંતુ પરિવારની જવાબદારી ઉઠાવતા તેણે મને ફક્ત ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રીત કરવા કહ્યું.



(ગુડ બાય સ્પીચ)


હું તે દરેક વ્યક્તિને ધન્યવાદ કરૃ છું કે જેઓ દેશ વિદેશથી આવીને અહિં હાજર રહ્યા છે. અને મને ખુબ જ સાથ આપ્યો છે. તેમનો સાથ મારી માટે ખુબ જ અગત્યનો છે. લોકોએ મારા માટે ઉપવાસ કર્યા, પ્રાર્થનાઓ કરી.. હું એ બધા લોકોને મારા મનથી ધન્યવાદ કરૃ છું. સમયે મારા મનમાં જે યાદો બનાવી છે તે યાદો હંમેશા મારી સાથે રહેશે. ખાસ કરીને ક્રિકેટના મેદાનમાંથી આવતા સચિન.. સચિન.. જેવા અવાજો.. તે નામ હંમેશા મારા કાનોમાં ગુંજતુ રહેશે.

(અજીત)


ભાઈ અજીતના વિશે હું શું કહું હું નથી જાણતો. તેણે મારી માટે પોતાની કારકિર્દીને કુરબાન કરી દીધી. તેમણે મારી અંદરની કલાને ઓળખી અને મારી મુલાકાત અચરેકર સર સાથે કરાવી. અને એ સાથે જ મારી જીંદગી બદલાઈ ગઈ.



(ટ્રેનર)


હું દરેક ડોક્ટર, ફિઝીયોથેરેપિસ્ટ અને ટ્રેનરને ધન્યવાદ કરૂ છું કે જેમણે મારા શરીરને મેદાનમાં ઉતારવા અને રમવા માટે તૈયાર કર્યુ. જીવનમાં પહોંચેલી અનેક ઈજાઓ સાથે મને સ્વસ્થ રાખ્યો. ડોક્ટરો મને ગમે તે સમયે જોવા આવતા. પછી તે મુંબઈથી ચેન્નઈ હોય કે ગમે ત્યાં.

(ફર્સ્ટ મેનેજર)

મારા પહેલા મેનેજરને અમે ૨૦૦૧માં એક કાર અકસ્માતમાં ખોઈ દીધા હતા. પરંતુ તેઓ ક્રિકેટ, મારા ક્રિકેટ અને ભારતીય ક્રિકેટના શુભચિંતક હતા. તેમને એટલી ખબર હતી કે એક દેશને રિપ્રેઝેન્ટ કરવા માટે શું જરૃર પડે છે. તેમણે મને એવો મોકોઆપ્યો કે હું મારા ખેલને રજુ કરી શકું.

(કરન્ટ મેનેજમેન્ટ ટીમ)

હું મારી હાલની મેનેજમેન્ટ ટીમ ઉજીય્નો આભારી છું કે જેમણે સમજ્યુ કે આપણા દેશ માટે હું તેમની પાસેથી શું ઈચ્છુ છું અને તેમને મારી પાસેથી શું જરૃર છે.

(મિડીયા બાઈટ) 

મિડીયાએ મારા સ્કુલના દિવસોથી મારા સારા કાર્યો માટે પ્રશંસા કરી છે. અને મિડીયાનું આજ સુધી એ કરી રહી છે. હું સમગ્ર મિડીયાનો ધન્યવાદ કરૃ છું કે જેણે મારા સારા કામની પ્રશંસા કરી. તો બધા જ ફોટોગ્રાફર્સનો પણ આભાર વ્યક્ત કરૃ છું કે જેમણે સુંદર પળોને પોતાના કેમેરામાં કેદ કરી.

Post a Comment

0 Comments