new

માધ્યમિક માં ગણિત - વિજ્ઞાન નાં શિક્ષકો માટે સરકાર નો નવો ફતવો

માધ્યમિક માં ગણિત - વિજ્ઞાન નાં શિક્ષકો માટે ફરીથી સરકાર શ્રી તરફ થી નવો ફ્લોપ કીમિયો શોધી 

કાઢવામાં આવ્યો છે 

                   હાલ માં જ મેહસાણા જીલ્લામાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે . જેના સદર્ભે ગણિત - વિજ્ઞાન નાં શિક્ષકો માં નીચે મુજબ ની  ચર્ચા શરુ થઇ ગઈ છે કે હવે.....

. જો આ પરીપત્ર અનુસાર કામગીરી કરવામાં આવે તો અભ્યાસક્રમ પર્ણ કેવી રીતે કરી શકાય ?

. જે કામ વિધાર્થી ને પ્રાથમિક માં કરવાનું છે તે હવે માધ્યમિક મા કરવું પડશે જે નાં કારણે હોશિયાર   વિદ્યાર્થી ને ખુબજ અન્યાય થશે

૩. જ્યાર થી S.C.E -2010 આવ્યું છે ત્યારથી ખુબજ હોશિયાર વિદ્યાર્થી ઓનો  નવી -પરીક્ષા પધ્ધતિ થી       વિકાસ અટકે  છે. આ પદ્ધતિ નબળા વિદ્યાર્થી ને જ લાગુ પાડી શકાય

. આ પરિપત્ર અનુસાર ફક્ત નબળા વિદ્યાર્થીઓને જ પ્રોત્સાહન મળે છે જે ખુબજ દુખ દાયક છે. હોશિયાર વિદ્યાર્થી ની સાચી કસોટી થતી નથી

. મુદ્દા ૨  માં દર્શાવ્યા મુજબ નાની શાળા માં ગણિત-વિજ્ઞાન નાં આટલા મેગેજીન પરવડે તેમ નથી

૬. અઠવાડિયા માં બે વખત વિજ્ઞાન ક્વિઝ રમાડવી તે પણ અતીશયોક્તિ લાગે છે. જે થી  ક્વીઝ નિરશ બન છે

.છેલ્લા મુદા માં લખ્યુ છે કે માત્ર ને માત્ર વિદ્યાર્થી ને ૩૩-૩૫ ગુણ માટે ની પરીક્ષા લક્ષી જ મહેનત કરાવો   જેથી સરકાર શ્રી નાં સેલ્ફ - ફાઈનાન્સ કારખાના ધમધોકાર ચાલે.

                               વિદ્યાર્થી ને વિષય લક્ષી બનાવાને બદલે ફક્ત પાસ થાય તેમાજ મહત્વ આપવામાં આવેછે. અને સરકાર શ્રી ને ફક્ત આકાડાકીય માહિતી માં જ રસ છે.

                               ધોરણ ૧૧-૧૨ સાયંન્સ માં સેમેસ્ટર પદ્ધતિ એટલી બધી સરળ છે કે ધોરણ ૧૦ માં ૫૦ % પાસ થનાર વિદ્યાર્થી પણ આરામ થી ૧૨ સાયન્સમાં ૬૦% ગુણ સાથે પાસ થઇ જાય છે

                             જેથી ૩૫-૪૦ % પાસ થનાર  વિદ્યાર્થી ઓને ખુબજ સરળતા થી એન્જીનીયરીંગ માં એડમિશન મળી જાય છે અને વાલીઓ પાસે થી ૨-૪ લાખ ખંચેરી લેવામાં આવે છે  અને તેવા વિદ્યાર્થી ઓની હાલાત ધોબી નાં કુતારા જેવી થાય છે ના ઘર નાં નાં ઘાટ નાં  ??? અબ્યાસ પૂર્ણ થયા પછી રોજગારી નાં નામે મીંડું ........ વિચારો ...જરા..... વિચારો ......મિત્રો .....