new

OPARATION WITH GOOGLE GLASS

તબીબી જગતમાં સીમાચિહ્ન ગુગલ ગ્લાસ પહેરીને સર્જરી કરાઈ

ચેન્નાઈમાં ભારતની પ્રથમ અને વિશ્વની બીજી સર્જરી

ગૂગલ ગ્લાસ ચશ્માની જેમ પહેરવાનું વાયરલેસ કેમેરા સજ્જ કમ્પ્યુટર છે


સર્જરીનું જીવંત પ્રસારણ વિશ્વમાં કોઈ પણ કનેક્ટેડ કોમ્પ્યુટર પર થાય
ચેન્નાઈના ડોક્ટર જે. એસ. રાજકુમાર ગુગલ ગ્લાસ પહેરીને સર્જરી કરનાર પ્રથમ ભારતીય અને વિશ્વના બીજા ડોક્ટર બન્યા છે.
ગુગલ ગ્લાસ હજુ કંપની દ્વારા પ્રાયોગિક ધોરણે જ વિશ્વના ગણતરીના ડોક્ટરોને સર્જરી માટે આપવામાં આવ્યા છે. આગામી મહિનાઓમાં તે તબીબી જગત માટે મુકાશે તે સાથે જ એક વૈશ્વિક સીમાચિહ્ન જેવી ઘટના આકાર પામશે. તબીબી જગત વિશ્વના એક પ્લેટફોર્મ પર જ આવી જશે.
ગુગલ ગ્લાસ અન્ય ચશ્માની જેમ જ પહેરવાના હોય છે. તે ઇન કેમેરા હેડગીયર વાયરલેસ હાઇટેક કોમ્પ્યુટર જ છે. વાઇફાઇથી તે વિશ્વભરના કમ્પ્યુટર સાથે જોડાઈને લાઇવ વિડિયો સિગ્નલ ટ્રાન્સમિટ કરે છે.
સર્જન તે પહેરીને સર્જરી કરે ત્યારે તે જે જુએ તેનું જીવંત મુવી જોડાયેલા કોઈ પણ કોમ્પ્યુટર કે સ્ક્રીન પર પ્રસારિત થાય. બીજી રીતે કહીએ તો આપણે ગુગલ ગ્લાસ પહેરીએ તો આપણે જે જોઈએ તેની મુવી તો બને જ પણ તે એક સાથે અન્ય કનેક્ટેડ કમ્પ્યુટર પર પણ દેખાય. અલબત્ત તે પહેરનારે સિસ્ટમથી પરિચિત થવું પડે છે. વાઇફાઇ અને સ્પીડ અતિ આધુનિક હોવા જરૃરી છે.
ચેન્નાઈના ડોક્ટરે ગુગલ ગ્લાસ પહેરીને બે સર્જરી આજે કરી હતી. ૪૭ વર્ષીય દર્દીને હાર્ટબર્નની અને ૪૬ વર્ષીય મહિલાને હર્નિયાનું ઓપરેશન તેણે કર્યું હતું.
તેમણે જે રીતે સર્જરી કરી તેમાં લેપ્રોસ્કોપિક પણ સામેલ હતી. તેનું પ્રાયોગિક ધોરણ હોઈ અન્ય હોલમાં વિદ્યાર્થીઓએ તેમના કમ્પ્યુટરમાં નિહાળતા હતા. આવી જ રીતે એક સર્જને વિશ્વમાં કોઈ પણ ખૂણે વિશ્વપ્રસિદ્ધ સર્જનની સર્જરી દરમિયાન સલાહ લેવી હોય તો ત્યાં તેના જીવંત દ્રશ્યો મોકલી શકે. તેવી જ રીતે ડોક્ટર વિદેશના કોઈ ડોક્ટરને, કોઈ એક્સ-રે રિપોર્ટ બતાવવા માંગે તો તેણે ગોગલ્સ પહેરીને તેના ક્લિનિકમાં જોવાના એટલે કનેક્ટેડ અન્ય ડોક્ટરોને પણ તેમના સ્ક્રીનમાં રિપોર્ટ દેખાય.
ભારતમાં આવતા વર્ષ સુધીમાં ગુગલ ગ્લાસ બજારમાં મુકાય તેવી સંભાવના છે