new

10% D.A

૧૮/૦૯/૨૦૧૩ (બુધવાર)

કેન્દ્રીય કર્મચારીઓ આનંદો: મોંઘવારી ભથ્થું 10 ટકા વધશે
તહેવારો પહેલાં જ કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને મોટી ગીફટ આપશે. સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 10 ટકાનો વધારો કરવાની તૈયારી કરી રહી છે.
સરકારના અંતરંગ વર્તુળોએ આપેલી માહિતી મુજબ મોંઘવારી ભથ્થામાં 10 ટકાના વધારાથી કર્મીઓને બખ્ખા થઈ જશે. આ બધાએ 1 જુલાઈથી અમલી બનશે. એકસાથે 10 ટકાના વધારાથી સરકારની તિજોરી પર વાર્ષિક 11 હજાર કરોડ પિયાનો બોજો વધી જશે છતાં સરકાર આ લાભ આપવા મકકમ દેખાય છે.
વડાપ્રધાન મનમોહનસિંઘના પ્રમુખપદે શુક્રવારે મળનારી બેઠકમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાના પ્રસ્તાવને મંજૂરી મળે તેવી શકયતા છે. સરકારના આ હકારાત્મક પગલાંથી દેશમાં 50 લાખ કર્મચારીઓ અને 30 લાખ પેન્શનધારકોને મોટો લાભ મળશે