new

HIGHRE SECONDARY TAT BHARATI RELATED NEWS


મિત્રો,
આપ સૌ જાણો છો કે સરકાર શ્રી તરફથી શનિવાર ના સમાચાર પત્રમા ઉચ્ચતર માધ્યમિક શાળા ના શિક્ષકો ની ભરતી માટે ની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે, જે અનુસાર માધ્યમિક શાળા ના શિક્ષક બનવા માટે ટાટ ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઇએ. આ પરીક્ષા દર વર્ષે સરકાર શ્રી દ્વારા લેવાવાની હતી, પરંતુ અંતિમ પરિક્ષા ઓકટોમ્બર 2011 માં લેવાઇ હતી, ત્યાર બાદ આ પરિક્ષા આજદિન સુધી લેવામાં આવી નથી. જો સરકારશ્રી દ્વારા શિક્ષકો ની ભરતી કરી દેવામાં આવે તો માત્ર વર્ષ 2011 સુધી ના જ ઉમેદવારો ને લાભ મળે તેમ છે જ્યારે વર્ષ 2012 અને 2013 ના ઉમેદવારો આ તક થી વંચિત રહી જાય છે. (સંપર્ક....9510096741)
અને બીજી બાજુ ગણા સમય થી રાહ દેખી રહેલા TAT પાસ મિત્રો ની પણ  એવી ઉગ્ર માગ છે કે પહેલા અમારી ભરતી થાય બાદ જ સરકાર નવી પરીક્ષા આપનાર મિત્રો ની ભરતી કરે.સરકાર ની એવી એક પણ ભરતી નથી કે જેને બેરોજગાર મિત્રો દ્વારા હાઇ કોર્ટ માં પડકારી ના હોય.

આ ભરતી મા સરકાર ના વિરોધ પક્ષ અને સંચાલક મંડળ નો પણ ઉગ્ર વિરોધ છે જે સરકાર ના આદેશ હોવા છતાં પસંદગી પામેલ ઉમેદવાર ને હાજર ન કરવાની ચીમકી આપે છે.જેમ કે ગઇ હાઇસ્કૂલ ના આચાર્ય ની પરીક્ષા માં પાસ થનાર મિત્રો ને સંચાલક મંડલે હાજર કર્યા નથી આજે પણતે મિત્રો ૨ વર્ષ થી રાહ દેખી રહ્યા છે.   દિવસે દિવસે આ ભરતી નવાં વિવાદો માં સપડાતી જાય છે 
હવે ભગવાને એજ પ્રાર્થના કરી એકે આ ભરતી વિના વિગ્ને પાર પડે જેથી શાળામાં ભણનાર વિદ્યાર્થી ને પોતાના વિષય શિક્ષક થી વંચીત ના રહેવુ પડે...