new

માધ્યમિક શિક્ષક સંઘ

           માધ્યમિક શિક્ષક સંઘ હવે ખુબ જ સક્રિય છે તે નાં પુરાવા નીચે  મુકેલા છે  તેઓની ધારદાર રજૂઆત નાં પરિણામે ગુંજરાત સરકાર સામે ગઈ કાલે રજૂઆત કરી હતી તેની સફળતા ટૂક સમય માં દેખાશે.

          સરકાર આપણા સંઘ દ્વારા જે મુદ્દા  રજૂઆત થઇ છે તે મુદ્ધા નીછે મુકેલા છે તેમાંથી મોટા ભાગ નાં મુદ્દા પર તેઓ સહમત થાય તેમ છે.

           પરંતુ દરેક મુદ્દા જુદા જુદા વિભાગ નાં હોવાથી જે તે વિભાગ નાં સચિવો અને તે વિભાગ નાં મંત્રીઓ ને સ્પર્શતા હોવાથી આમાં થોડો સમય લાગી શકે છે.અને આપણને હકારાત્મક પરિણામ મળશે.
જેમાં

 ૧.ફાજલ નું રક્ષણ આજ સુધી નોકરી લાગેલા તમામ શિક્ષકો ને રક્ષિત જાહેર કરવા

                 તેમાં સરકાર ને મંજુરી આપાવા માં કોઈ આર્થિક બોજો નથી તેથી તે ૯૯% રાજી છે.તે માં આપણા સંઘે એવી રજૂઆત કરી છે કે માધ્યમિક નાં ધોરણ ૯ અને ૧૦ નાં વર્ગો ઘટવાનું મુખ્ય કારણ સરકાર ની નીતિ જ જવાબદાર છે.

                    1  કારણકે તેઓશ્રી એ વોટ બેંક ઉભી કરવામાટે આડેધડ RMSA ના નવા વર્ગો ની મંજુરી

                    2  અને નવી સરાસરી ની નીતિ

                    3  તેમજ ધોરણ ૮ નું પ્રાથમિક માં જવાથી

       બધીજ સરકાર ની નવી નીતિ જવાબદાર છે જે માં સરકાર પોતે સ્વીકાર કરે છે તેથી ટુંક સમય માં રક્ષણ  આવી જશે.

    તેમાં હાલ માજ આખા રાજ્ય માં કોઈ પણ ૮-૯-૧૦ નાં વર્ગો ઘટવાથી ફાજલ પડ્યું હોય ને રક્ષણ નાં મળ્યું હોય તેવો એક પણ કેશ નથી.જો હોય તો ચોક્કસ જણાવશો સરકાર એ બાબત માં કટિબદ્ધ છે.

૨ . મેડીકલ ભથ્થુ બધીજ સરકારી કચેરી માં ૩૦૦ રૂપિયા મળે છે 

                 જે આપણ ને મળવા પાત્ર થાય છે
                 તેમાં સરકાર આપાવા સમત છે જે પ્રશ્ન નાણાવિભાગ માં મંજુરી માં પડેલ છે  તેથી નાણા વિભાગ નાં સચિવો અને મંત્રી સાથે વાતચીત નાં અંતે  ટુંક સમય મા  નિરાકરણ આવશે.

3. CCC ની પરિક્ષા માં ૫૫ વર્ષ ઉપરના ને મુક્તિ

                તેમાં પણ હાલમાંજ પરિપત્ર આપાણા સંઘ દ્વારા કરવામાં આવ્યો છે.

૪ ચિત્ર શિક્ષકોને સ્પર્શતા પરિપત્ર

             તેમાં પણ હાલમાંજ પરિપત્ર આપાણા સંઘ દ્વારા કરવામાં આવ્યો છે.
       



           હવે સરકાર સામે નીચે નાં ૧૪ મુદ્દા ની ધારદાર રજૂઆત કરવાની જરૂર છે જેના માટે આપણો શિક્ષક સંઘ પ્રતિબધ્ધ છે.  અને તે માં પણ ટૂક સમય માં સારા પરિણામો  મેળવશે તેવી આશા રાખીએ છીએ.





બસ આપણો શિક્ષક સંઘ પરિણામ લક્ષી  કાર્યો કરતો રહે તે માટે પ્રભુ ને પ્રાર્થના કરી એ કે તેમેને આજે ભગીરથ કાર્ય હાથ ધર્યું  છે તેમાં તેમને ૧૦૦% સફળતા મળે