new

HTAT (secondary) exam details


-:HTAT (secondary) exam details :-

આચાર્ય અભીયોગ્યતા કસોટી HTAT પરીક્ષા લેવામાં આવે છેજે ધોરણ ૯ થી ૧૨ માં આચાર્ય ની ભરતી માટે હોય છે .

આચાર્ય બનવા માટે શિક્ષણ વિભાગે જાહેર કરેલી લઘુત્તમ લાયકાતની માહિતી :

રાજ્યમાં નોધાયેલી માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં અનુસ્નાતક સાથે બી.એડ. અથવા બી.પી.એડ અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક / ઉ. માં. શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નિરિક્ષણનો ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ ધરાવતો હોય અથવા
રાજ્યમાં નોધાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં સ્નાતક સાથે એમ.એડ અથવા એમ . પી . એડ . અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક/ ઉ . માં. શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નિરિક્ષણનો ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ ધરાવતો હોય અથવા
રાજ્યમાં નોધાયેલી માધ્યમિક / ઉ.મા. શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં સ્નાતક સાથે બી.એડ. અથવા બી.પી. એડ. અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક / ઉ.મા.શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નીરીક્ષણનો ઓછામાં ઓછો કુલ 15 વર્ષનો અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો આચાર્યની જગ્યા માટે અરજી કરી શકશે.

(1) આચાર્યની જગ્યા માટેની શૈક્ષણીક / વ્યવસાયિક લાયકાતનું ગુણાંકન : 

નીચે મુજબ ક્રમાંક લાયકાત અને તેના મહતમ ગુણ નું ગુનાકણ કરેં છે જેના કુલ ગુણ ૩૦ હોય છે. 1. સ્નાતક – બી.એ. / બી.એસ.સી. 05 2. અનુસ્નાતક – એમ.એ / એમ.એસ.સી 07 ૩.વ્યવસાયિક વિષયમાં સ્નાતક – બી.એડ / બી.પી.એડ 05 4.વ્યવસાયિક વિષયમાં અનુસ્નાતક એમ.એડ. / એમ. પી. એડ. 08 5. દસ વર્ષથી વધુ અનુભવ મુજબ પ્રતિવર્ષનાં 05

HTAT (secondary) exam નો અભ્યાસક્રમ :

આચાર્ય અભીયોગ્યતા કસોટી

પ્રશ્ન પત્ર 1:
Headmaster Eligibility Test

કુલ ગુણ -150

સામાન્ય જ્ઞાન ગુણ 25
- બંધારણ ની મૂળ ફરજો
- ગુજરાતી સાહિત્ય
- રાજનીતિ અને શાસન તંત્ર (રાજ્ય અને દેશ ) પ્રવાહો અને માળખું
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- ખેલ કુદ અને રમતો
- મહાન વિભૂતિ ઓં (દેશ )
- સંગીત અને કલા
- ભારત નો ઈતિહાસ
- ભારત નો ભૂગોળ
- વર્તમાન પ્રવાહ

2. શિક્ષક ના વર્તમાન પ્રવાહ અનેશૈક્ષણિક અભીયોગ્યતા ગુણ 30

- શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ , શિક્ષણમાં નુતન પ્રવાહ , શિક્ષણ સુધારણા અને પહેલ (રાક્યા અને દેશ કક્ષા એ ) , રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા 2005, શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રાજ્ય અને રાષ્ટ્રીય સંસ્થા નું માળખું અને કર્યો (એન .સી .ઇ . આર .ટી, નૃપા, એન .ટી .ઈ ., સી .બી .એસ ., ગુ .મા . અને ઉ. મા .શિ . બોર્ડ , જી .સી . આર .ટી ., પાઠ્ય પુસ્તક મંડળ )
-શીખવવાના કૌશલ્યો
-શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ
-શિક્ષણ માં નવીનીકરણ લાવવાની આવડત
-આચાર્ય નું માનસિક સ્વાથ્ય
-શિક્ષણ માં નવીન પ્રવીધીઓનું જ્ઞાન અને અમલીકરણ
- ક્રિયાત્મક સંશોધન
- S C E (શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકન )

3. તાર્કિક અભીયોગ્યતા (Logical Reasoning) ગુણ 20 4. શાળાકીયનેતૃત્વ ગુણ 25

-મેનેજમેન્ટમાં મૂળ સિધ્ધાંતો
-શાળા ના સંદર્ભમાં મેનેજમેન્ટ ના સિધ્ધાંતો
-વ્યવસ્થાપન ના કાર્ય અને ફરજો
-માનવસંહાર ના સિધ્ધાંતો
-પ્રેરણા (મોટીવેશન )
-નિર્ણય હેતુ થી માહિતી નું વિશ્લેષણ અને અર્થઘટન
-નેતુત્વ ના ગુણો

5. ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન , વચન , કંથન , શ્રવણ, કૌશલ ) ગુણ 25

- વ્યાકરણ (જોડણી ,વિરોધી સમાનર્થી , શબ્દ સમુહ માટે એક શબ્દ ) વિરામ ચિન્હ, અનેકાર્થી પર્યાય શબ્દ વગેરે
- સંક્ષેપ લેખન
- સર્ગ્રાહન
- ભૂલશોધ
- સુધારણા
- શીષર્ક
- સારાંશ

6. અંગ્રેજી ભાષા ની જોડણી (ધોરણ 12 સુધી ) ગુણ 25

સામાન્ય વ્યાકરણ
ભાષાંતર
સ્પેલિંગ
સુધારણા કરવી
શબ્દ રચના
ચિત્ર આધારિત પ્રશ્નો

______________________________________________________________________________

પ્રશ્ન પત્ર 2 વહીવટ સંચાલન ગુણ 100 વહીવટ સંચાલન


- ગુજરાત સરકાર નું શિક્ષણ વિભાગ નું માળખું , તેની કચેરી ઓં નું કાર્ય અને પરસ્પર વ્યવહાર તેમજ આંતર સબંધો (શિક્ષણ વિભાગ , કમિશ્નર કચેરી , ગુ .મા . અને ઉ .મા .શિ . બોર્ડ , જી .સી . આર .ટી ., જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી,પાઠ્યપુસ્તકમંડળ વગેરે)
-ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ -1972
-ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો – 1974
- ગ્રાન્ટ ઈન એ એઈડ કોડ -1964 


HTAT ની તૈયારી એ શિક્ષકો માટે એક ચિંતાનો વિષય છે. કારણકે નૌકરી અને અભ્યાસ જોડે થઇ શકતો નથી.. આવી પરિસ્થિતિમાં kachhua નો online course એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જેનાથી તમે મોબાઈલમાં પણ તૈયારી કરી શકો છો. એ પણ ફક્ત ૨૦૦ રૂ. માં એક વર્ષ માટે...

Post a Comment

0 Comments