new

આ વર્ષે પણ પાઠ્ય પુસ્તકો સમયસર મળવા મુશ્કેલ બનશે

Image result for textbookImage result for textbook
આ વર્ષે પણ પાઠ્ય પુસ્તકો સમયસર મળવા મુશ્કેલ બનશે
સમયસર નહીં મળે: સ્ટેશનરી એસોસિયેશન.સામાન્ય રીતે પાઠ્યપુસ્તકોની વહેંચણી માટે પાઠ્યપુસ્તક મંડળની કચેરી તથા ડેપો ૧૪ એપ્રિલ સુધીમાં ખૂલી જતાં હોય છેપરંતુ આ વખતે તો હજુ થોડા દિવસો પહેલા જ ટેન્ડર ખોલી ઓર્ડર અપાયા હોઈ વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો મળે તેવી શક્યતા ખૂબ જ નહિવત છે. આ વખતે પણ વેકેશન પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તક મળે તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છેતેમ સ્ટેશનરી એસોસિયેશનના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું.કોર્ટના આદેશ બાદ માર્ચના અંતમાં ટેન્ડર ખોલી ઓર્ડર ઈશ્યુ કરાયા : પાઠ્ય પુસ્તક મંડળ વેકેશનમાં જ પુસ્તકો પહોંચાડવા તનતોડ મહેનતમાં લાગી ગયું
વેકેશન દરમયાન વિદ્યાર્થીઓને પુસ્તક માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દર વખતે ડિસેમ્બર સુધીમાં પુસ્તકો છાપવા માટેના ઓર્ડર ઈશ્યુ કરી દેવામાં આવતા હતા પરંતુ આ વખતે કોર્ટ કેસના પગલે માર્ચના અંત સુધીમાં પુસ્તકો છાપવા માટેના ઓર્ડર ઈશ્યુ થયા હોવાના લીધે બજારમાં વેકેશન દરમિયાન પુસ્તકો મળશે નહીં તેવી પ્રબળ શક્યતાઓ છે. જોકે પાઠ્ય પુસ્તક મંડળ વેકેશનમાં પુસ્તકો બજારમાં આવી જાય તે માટે તનતોડ મહેનત કરી રહ્યું છે

Post a Comment

0 Comments