new

બાયોલોજીનું પેપર ફરીથી લેવાની ભલામણ ફગાવાઈ શિક્ષણ વિભાગે ભલામણ ફગાવતા સસ્‍પેન્‍સનો અંત : ધોરણ ૧૨ના બાયોલોજી પેપર લીકના મામલે ઉંડી તપાસ

         અમદાવાદ, તા.૨,ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. આ દરમિયાન ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના સેમેસ્‍ટર-૪નું બાયોલોજીનું પેપર લીક થયો હોવાની ફરીયાદો સામે આવી હતી. ત્‍યાર બાદ આ મામલે નોંધાયેલ પોલીસ ફરિયાદનાં આધારે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન મળેલા સબુતોના આધારે  અમદાવાદના પોલીસ કમિશ્‍નરે શિક્ષણ બોર્ડનાં ચેરમેનને પત્ર લખીને બાયોલોજીની પરીક્ષા ફરીથી લેવાની ભલામણ કરી હતી.જો કે શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ પેપર લિક કરનાર સામે કડક પગલા લેવાની જાહેરાત કરી છે. પેપર લીક મામલે પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા વ્‍યક્‍ત કરતા રાજયનાં શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ જણાવ્‍યું હતું કે પેપર લીક કેસમાં પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. જેનાં આધારે તપાસ  ચાલી રહી છે. આ મામલે અત્‍યાર સુધી વ્‍યક્‍તિઓની  ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં જરૂર પડે વધુ લોકોની પણ અટકાયત કરવામાં આવશે. આ મામલાના મુળ સુધી જવા માટે સરકાર કટ્ટીબંધ છે. આ મામલે કોઈની પણ શંહશરમ રાખ્‍યા વિના કાર્યવાહી કરવામાં આવશે. આપણે સાથે મળીને ગેરરીતીનું દુષણ નાબુદ કરવું છે. જો કે શિક્ષણમંત્રીએ બાયોલોજીનું પેપર ફરીથી લેવાની અમદાવાદના પોલીસ કમિશ્‍નર દ્વારા કરવામાં આવેલ ભલામણ મુદ્દે જણાવ્‍યું હતું કે, પેપર લીક કરનાર દોષિતો સામે કડક પગલા લેવામાં આવશે. જો કે પરીક્ષા ફરીથી લેવાની કોઈ યોજના નથી. ઉલ્લેખનીય છે કે, ગત તારીખ ૨૦ માર્ચનાં રોજ લેવાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની જીવવિજ્ઞાનની બોર્ડની પરીક્ષા પહેલા આ પેપર લીક થઈ ગયું હોવાની ફરીયાદ ઉડી હતી. આ મામલે પોલીસ ફરીયાદ નોંધાતા ખોખરા પોલીસ કૌભાંડના મુખ્‍ય સુત્રધાર વિષ્‍ણુ પટેલ સહિત લોકોની ધરપકડ કરી છે. તેમજ ડીઈઓ દ્વારા જય સોમનાથ સ્‍કુલના કલાર્કને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યા છે

Post a Comment

0 Comments