new

તાલીમ કાર્યક્રમમાં ગેરહાજર રહેનાર શિક્ષકો સામે પગલા


                                   શિક્ષણ વિભાગ દ્વારા ખુલાસો માંગવામાં આવ્‍યો : 
                              દરેક શાળાઓને આદેશ કરાયા બાદ શિક્ષકો ઉપર તવાઈગુજરાત રાજ્‍યના શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત તાજેતરમાં જિલ્લા પ્રમાણે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન ગેરહાજર રહેલા શિક્ષકો સામે પગલા ભરવા માટે દરેક શાળાઓને આદેશ આપી દેવામાં આવ્‍યા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજ્‍યમાં શઇક્ષણની ગુણવત્તા સુધરે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે જિલ્લા સ્‍તરે શિક્ષકોના તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જો કે, આ તાલીમ કાર્યક્રમોમાં મોટાભાગના શિક્ષકો બેદરકારી દાખવીને ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો શિક્ષણ વિભાગને ધ્‍યાનમાં આવી છે. જેના પગલે તાજેતરમાં યોજાયેલા શિક્ષક તાલીમ કાર્યક્રમમાં ગેરહાજર રેહનારા શિક્ષકોની યાદી મંગાવવામાં આવી હતી. આ રિપોર્ટના આધારે જે શાળાના શિક્ષકો તાલીમ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા તેવી શાળાઓને ગેરહાજર રહેનાર શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવાાં આવ્‍યા છે. આ ઉપરાંત આ કાર્યવાહીનો અહેવાલ દરેક જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરીને મોકલી આપવા માટે આદેશ આપ્‍યો છે. આ ઉપરાંત જે શિક્ષકો તાલીમ કાર્યક્રમ માં ગેરહાજર રહ્યા હતા તેમનો ખુલાસો મંગાવવામાં આવ્‍યો છે અને જો કોઈ શાળા કે શિક્ષક ખુલાસા રજુ નહીં કરે તો તે માટે શિક્ષકો સાથે સાથએ શાળાને પણ જવાબદાર ગણીને કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે શિક્ષણ તાલીમ શિબિર માટે ખર્ચ કરવા ઉપરાંત શિક્ષકોને ભથ્‍થુ પણ ચુકવવામાં આવે છે તેમ છતાં મોટાભાગના શિક્ષકો આ તાલીમ કાર્યક્રમમાં ગેરહાજર રહેતા હોય છે

Post a Comment

0 Comments