new

ગંદકી બદલ ૩ શાળાના ૩૦ શિક્ષકો-આચાર્યને શોકોઝ નોટિસ

ગંદકી બદલ ૩ શાળાના ૩૦ શિક્ષકો-આચાર્યને શોકોઝ નોટિસ
ગંદકી હોવા છતા પણ શિક્ષકો બેસી રહ્યા હતા ઃ સ્વચ્છતા અભિયાનમાં ગેરહાજર આચાર્ય સસ્પેન્ડ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરુવાર
દેશભરમાં આજે યોજાયેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુરત શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અધિકારીઓની સરપ્રાઇઝ વિઝીટમાં એક આચાર્ય ગેરહાજર હોવાથી સસ્પેન્ડ કરાયો હતો. તો ત્રીસ જેટલા આચાર્ય-શિક્ષકને શાળામાં ગદકી બદલ શો-કોઝ નોટીસ ફટકારતા મામલો ગરમાયો હતો.
આજે ગાંધી જયંતિ નિમિત્તે સુરત શહેર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન યોજાયુ હતું. જેમાં પ્રભારી સચિવ અરવિંદ અગ્રવાલની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયો હતો. આજે સવારે સવા અગિયાર વાગ્યાના અરસામાં પ્રભારી સચિવ સાથે પાલિકા કમિશ્નર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સહિતની ટીમ પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં વેડરોડ અખંડઆનંદ સંકુલમાં આવેલી ૧૭૮-૧૭૯, ૧૮૩ અને ૧૮૪ નંબરની શાળામાં ચેકિંગ દરમ્યાન ૧૮૪ નંબરની શાળાના આચાર્ય અમિત સુથાર ગેરહાજર હોવાથી તત્કાળ સસ્પેન્ડ કરાયા હતાં. તો આજ કેમ્પસની અન્ય શાળામાં ગંદકી નજરે પડતા. ત્રણેય શાળાના આચાર્યને શો-કોઝ નોટીસ ફટકારી એક ઇજાફો અટકાવી દેવાની સૂચના અપાઇ હતી.
આ નોટીસ અંગે નગર પ્રા.શિ. સમિતિના ચેરમેન અતુલ પટેલના જણાવ્યા મુજબ એક આચાર્યને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે બાકીના શાળાના ૩૦ જેટલા શિક્ષકો અને આચાર્યને કેમ્પસમાં ગંદકી હોવાથી શો-કોઝ નોટીસ ફટકારી જવાબ મંગાવ્યો છે. સાથે જ ભવિષ્યમાં આવી ગંભીર બેદરકારી નહી થાય તે માટે ચેતવ્યા હતા. આમ આજે પાલિકા તંત્ર દ્વારા શિક્ષક વિરુદ્ધ પગલાં ભરતા મોડી સાંજે શિક્ષક સંઘના હોદેદ્દારો શિક્ષકો ભેગા થયા હતા. સુત્રોના જણાવ્યા મુજબે વેડરોડની જે ચાર શાળામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયુ હતું. તે શાળામાં શિક્ષકો સ્ટાફ ગંદકી હોવા છતા બેઠેલા નજરે પડયા હતાં.

Post a Comment

0 Comments