new

GPSC પ્રિલીમરી પરીક્ષામાં એક લાખથી વધારે ઉમેદવારો


             જીપીએસસીની પરીક્ષાનું ટાઈમ-ટેબલ જાહેર કરાયું : હવે વર્ગ ૧ અને ૨ના ૩૫૧ અધિકારીઓની ભરતી માટે પરીક્ષા લેવાનો નિર્ણય : ૧૨મી ઓક્‍ટોબરે પરીક્ષા લેવાશે
              અમદાવાદ, તા.૧૮,લાંબા સમયના વિરામ બાદ ગુજરાત પબ્‍લિક ર્સવિસ કમિશન દ્વારા વર્ગ-૧ અને ૨ના ૩૫૧ અધિકારીઓની ભરતી માટે જીપીએસસીની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ માટે આગામી ૧૨ ઓક્‍ટોબરના રોજ પરીક્ષા લેવામાં આવશે. કુલ ૩૫૧ અધિકારીઓની ખાલી પડેલી જગ્‍યાની ભરતી માટે એક લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપવા રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છે. આ પરીક્ષા અમદાવાદ સુરત અને રાજકોટ કેન્‍દ્ર ખાતે લેવામાં આવશે.
                 પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાત પબ્‍લિક ર્સવિસ કમિશન દ્વારા રાજ્‍યમાં ખાલી પડેલ વર્ગ-૧ અને ૨ના ૩૫૧ અધિકારીઓની ભરતી માટે આગામી ૧૨ ઓક્‍ટોબરના રોજ જીપીએસસીની પ્રિલીમરી પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે અરજી કરવાની નિヘતિ સમયમર્યાદા એક લાખથી વધુ ઉમેદવારો અરજી કરી છે. 
                જેમની પ્રિલીમરી પરીક્ષા આગામી ૧૨મી ઓક્‍ટોબરના રોજ સવારે ૧૦:૦૦ થી ૫:૦૦ કલાક દરમ્‍યાન લેવામાં આવશે. જેમાં વર્બલ સ્‍કીલ, ર્તકિક કસોટી અને ગણતરી સંબંધિત ક્ષમતા તથા સામાન્‍ય જ્ઞાનને લગતા કુલ ત્રણ પેપર લેવામાં આવશે. સવારે ૧૦ થી ૧૧:૩૦ કલાક દરમ્‍યાન વર્બલ સ્‍કીલનું પેપર લેવાશે જેમાં ગુજરાતી અને અંગ્રેજીના ૭૫-૭૫ ગુણના પ્રશ્‍નો પુછાશે
                       ત્‍યાર બાદ બપોરે ૧૨:૩૦ થી ૨:૦૦ કલાક દરમ્‍યાન ર્તકિક રિઝનીંગ કસોટીના ગુણ અને ગણતરી સંબંધિત ક્ષમતાના ૭૫ ગુણ મળી કુલ ૧૫૦ માર્કનું પેપર લેવામાં આવશે જ્‍યારે અંતિમ પેપર બપોરે ૩:૦૦ થી ૫:૦ કલાક દરમ્‍યાન લેવાશે. આ ૧૫૦ ગુણનું પ્રશ્‍નપત્ર ઉમેદવારના સામાન્‍ય જ્ઞાનની ચકાસણીને લગતું હશે. 
                આ જીપીએસસીની પરીક્ષા કુલ ત્રણ સેન્‍ટરો અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે લેવામાં આવશે.
કયા સમયે કયું પેપર....
અમદાવાદ, તા.૧૮
સમય
પેપર
કુલ ગુણ
૧૦:૦૦ થી ૧૧:૩૦
વર્બલ સ્‍કીલ
૧૫૦
૧૨:૩૦ થી ૦૨:૦૦
ર્તાકિક ૦ ગણિતીક કસોટી
૧૫૦
૦૩:૦૦ થી ૦૫:૦૦
જનરલ નોલેજ
૧૫૦
નોંધ : તમામ પેપર ૧૨ ઓક્‍ટોબરના રોજ લેવાશે

Post a Comment

0 Comments