new

ગણિતની અઘરી થિયરીને ઉકેલવા સ્ટુડન્ટ્સ માટે લેક્ચર સિરી

 સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ફાધર વાલેસ લેક્ચર સિરીઝનું આયોજન


અમદાવાદ ગણિત મંડળ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજના મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેન્ટ દ્વારા ફાધર વાલેસ લેક્ચર સિરિઝનું આયોજન કરાયું છે. જુલાઇ અને ઓગસ્ટ એમ બે મહિનામાં ૮ લેક્ચર યોજાશે. આ લેક્ચર દર શનિવારે સેન્ટ ઝેવિયર્સ કોલેજના કેમ્પસમાં રખાશે. પ્યોર સાયન્સમાં સ્ટુડન્ટસ વધુ રિસર્ચ કરે તે માટે લોકભોગ્ય વિષયની પસંદગી કરાઇ છે.
 ગયા શનિવારથી શરૃ થયેલી આ લેક્ચર સિરિઝમાં જાણીતા ગણિતજ્ઞા આ લેક્ચર સિરિઝમાં મેથેમેટિક્સ વિષય પર વાત કરશે. અમદાવાદ ગણિત મંડળના સંજય પટેલ કહે છે કે અમદાવાદની સાત સાયન્સ કોલેજના વિદ્યાર્થી જોડાય અને પ્યોર સાયન્સમાં વધુ રસ કેળવે તે માટે આ લેક્ચર સિરિઝ રખાઇ છે. પરંતુ અન્ય વિદ્યાશાખા વિદ્યાર્થીઓ પણ આ લેક્ચર સિરિઝમાં આવી શકે છે. આ લેક્ચર સિરિઝ નિઃશુલ્ક રખાઇ છે. અમે આઇઆઇટી ગાંધીનગર, પાટણ યુનિવર્સિટી, એસવીએનઆઇટી-સુરત, સરદાર પટેલ યુનિવર્સિટી વગેરે જેવી સંસ્થાનના દિગ્ગજ તજજ્ઞાો વ્યાખ્યાન આપશે. અમે વિષયોને પણ એવી પસંદ કર્યાં છે જેથી વિદ્યાર્થીઓને રસ કેળવાય. અમારા આ ગણિત મંડળ નહી નફા નહી નુકસાનના ધોરણે ચાલે છે. અમદાવાદ ગણિત મંડળે અનેક યશસ્વી ગણિતના અભ્યાસુંઓ આપ્યા છે. જે યુનિવર્સટી, હાઇસ્કુલ શિક્ષણ તથા અનેક એકેડેમીઓ સાથે જોડાયેલા છે.
ગણિત વિષય તરીકે સરળ છે પરંતુ એને સમજવાની અને સમજાવવાની પધ્ધતિમાં આપણે અટવાયા છીએ.ગણિતને સમજવામાં તર્કશકિત અને મહાવરાની જરૃર પડે છે.આ વિચારયાત્રામાં લોકોને સહભાગી બનાવવા માટે અને ગણિત શિક્ષણને વધુ જોરદાર બનાવવા માટે આજથી ૫૬ વર્ષ પહેલા ૧૯૫૭માં પ્ર.ચુ વૈધે અમદાવાદ ગણિત મંડળની સ્થાપના કરી હતી.એક સમયે તેના પાયામાં ભૂમિતિના ભિષ્મ પિતામહ ગણાતા એ આર રાવ અને ફાધર વાલેસ પણ રહયા હતા.

બે મહિના સુધી ફાધર વાલેસ લેક્ચર સિરીઝનું આયોજન
* ૧૨ જુલાઇ -      એમ.એન. પટેલ
* ૧૯ જુલાઇ -      ડૉ. મહાવીર વસાવડા
* ૨૬ જુુલાઇ -      ડૉ. અજય શુક્લ
* ૨ ઓગસ્ટ -      ડૉ. પી.જે. ભટ્ટ
* ૯ ઓગસ્ટ -      એન.એન. રોઘેલીયા
* ૧૬ ઓગસ્ટ -      ડૉ. જગમોહન ત્યાગી
* ૨૩ ઓગસ્ટ -      ડૉ. રવિ ગૌર

Post a Comment

0 Comments