new

સરકાર નુ માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શાળા પ્રત્યે ઉદાસીન વલણ

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં એકપણ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ શરૂ થઇ નથી. 
જ્યારે બીજીતરફ સરકારે ૩૩ જેટલી સ્વનિર્ભર શાળાઓને સરકારે મંજૂરી આપી છે.રાજ્યમાં સ્વનિર્ભર શાળાઓને ફટાફટ મંજૂરી આપવામાં આવે છે
 જ્યારે સરકારી શાળાઓ પ્રત્યે સરકારને ખુદ જ રસ ન હોય તેમ નવી સરકારી શાળાઓ ખોલવા પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે ગાંધીનગર જિલ્લામાં એકપણ નવી સરકારી માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ શરૂ કરી નથી. 
જેની સામે વર્ષ ૨૦૧૨માં ૧૦ અને વર્ષ ૨૦૧૩માં ૫ માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી છે જ્યારે વર્ષ ૨૦૧૨માં ૧૨ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તથા વર્ષ ૨૦૧૩માં ૬ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે.

Post a Comment

0 Comments