new

આરટીઈ એક્ટનું પાલન કરવામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી.


--> આરટીઈના કાયદાનુ પાલન કરવામાં શિક્ષણ વિભાગની કચાશ બહાર આવી છે.દેશમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ગુજરાત છેલ્લેથી ત્રીજાક્રમે છે.શિક્ષણની ભાર વિનાના ભણતરની પરિકલ્પના સાવ વિસરાઈ જવા પામી હોવાનુ લાગી રહ્યુ છે.

આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, શિક્ષણ ક્ષેત્રની ગુણવત્તા સુધરવા માટે સૌથી મોટો આરટીઈ કાયદો બન્યો છે.આ કાયદાને લીધે એવી આશા જન્મી હતી કે, આરટીઈ કાયદા દ્વારા સમગ્ર ગુજરાતમા જ નહિં પરંતુ દેશમાં ક્રાંતિ સર્જશે.પરંતુ આરટીઈ કાયદામાં ભાર વિનાના ભણતરના બદલે ભાન વિનાનું ભણતર સાબિત થવા પામ્યુ હતું.આરટીઈ ૨૦૦૯ મુજબ પ્રાથમિક શિક્ષણમા બે વિભાગ પાડવામાુ આવ્યા છે.જેમા ઉચ્ચત્તર પ્રાથમિક અને નિમ્નસ્તર પ્રાથમિકમાં સરકારે કરવા જેવા અનેક કામો કર્યા છે.જેમા ઉચ્ચત્તર પ્રાથમિકમા આચાર્યની ભરતીમાં કરી હતી.એ-ટાટની પરીક્ષા લઈને નિમણૂંક આપી હતી.એચ-ટાટ આચાર્યોની ફરજો અને નિયમો બનાવવામા નિષ્ફળતા મળતા તેની સીધી અસર શિક્ષણ પર પડી હતી.શિક્ષકો પાસેથી કામ લેવામાં ટીમ વર્કનો અભાવ જોવા મળ્યો હતો.રચનાત્મક કાર્યના બદલે ખંડનાત્મક કાર્યો શરૃ થયા હતા.ફળસ્વરૃપ શિક્ષકો પર ટેન્શન વધતા શિક્ષકોએ પણ એકગ્રતા ગુમાવી હતી.વ્યાયામ જેવા અતિ મહત્વના વિષયોની બાદબાકી કરવામા આવી હતી.અને પાઠયપુસ્તકો પણ રદ્દ કરવામા આવતા જીવનલક્ષી શિક્ષણનો અભાવ સર્જાયો હતો.આરટીઈ ૨૦૦૯ના કાયદા પ્રમાણે આઠ કલાક કામ કરવાનુ હોવા છતા તેને બદલે છ કલાક કામગીરી કરાય છે.જેમા આરટીઈ ૨૦૦૯ના કાયદાનો એક પગ જ ભાંગી નાખવામાં આવ્યો છે.શાળા સંપુર્ણપણે પુર્ણ સમયની હોવી જોઈએ.પરંતુ અનેક જગ્યાએ શાળા બે પાળીમાં ચાલી રહી છે.

Post a Comment

0 Comments