new

B.Com.માં ૧૩મીથી રિશફલિંગ તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે

ખાલી રહેનારી ૪૦૦૦થી વધુ બેઠકો માટે BBA-BCA અને


બેંક ડિપોઝિટ બાદ કોલેજમાં ડોક્યુમેન્ટ જમા ન કરી શકનારા વિદ્યાર્થીઓ માટે એક દિવસ


અમદાવાદ,ગુરૃવાર
ગુજરાત યુનિવર્સિટીના બીબીએ,બીસીએ અને બીકોમના ઓનલાઈન સેન્ટ્રલાઈઝ્ડ પ્રવેશમાં ફાઈનલ ચોઈસ ફીલીંગ  અને એલોટમેન્ટ બાદ ઓછી ચોઈસ ફિલિંગ ભરનારને પ્રવેશ ન મળતા ૩૫૦૦થી વધુ બેઠકો ખાલી પડી છે ત્યારે યુનિવર્સિટી દ્વારા આ ખાલી બેઠકો ભરવા માટે આગામી ૧૩મીથી બીજો રાઉન્ડ એટલે કે રીશફલિંગ થનાર છે.આ રીશફલિંગમાં પ્રવેશ ન મેળવનાર અને અગાઉ પ્રવેશ મેળવીને ફી ભરી દેનાર વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે.આ ઉપરાંત યુનિ.દ્વારા ૮થી૧૦ સુધીમાં કોલેજમાં જઈને ડોક્યુમેન્ટ જમા ન કરી શકનારા વિદ્યાર્થીઓ માટે આજનો એક દિવસ વધારાયો છે.
યુનિવર્સિટીની આ વર્ષની  પ્રથમવારની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં બીબીએ બીસીએ તેમજ સૌથી વધુ બીકોમમાં બેઠકો ખાલી પડવા પામી છે અને ચોઈસ પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા ૩૫૦૦થી વધુ બેઠકો ખાલી પડી છે ત્યારે યુનિ.બીજો રાઉન્ડ શરૃ કરવા જઈ રહી છે.૧૩મીથી રીશફલીંગ હાથ ધરાનાર છે.મહત્વનું છે કે બે દિવસના આ રીશફલિંગ રાઉન્ડમાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.જે વિદ્યાર્થીઓને ક્યાંય પ્રવેશ ફાળવાયો જ નથી તેવા વિદ્યાર્થીઓ સાથે ૮થી૧૦ તારીખ સુધીમાં બેંક ફી ભરીને કોલેજમાં પ્રવેશ નિશ્ચિત કરી દેનારા વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે.જો કે વિદ્યાર્થીઓએ આ રીશફલિંગમાં ભાગ લેતા પહેલા એ બાબતની કન્સેન્ટ એટલે કે ખાત્રી આપવી પડશે કે તેઓ રીશફલિંગમાં ભાગ લેવા માંગે છે અને તેઓને આ રીશફલિંગમાં અન્ય કોઈ કોલેજમાં બેઠક મળી જતા અગાઉ મળેલી બેઠક આપોઆપ રદ્દ થઈ જશે. જેથી વિદ્યાર્થીઓએ આ રીશફલિંગમાં ખૂબ જ સમજીને અને વિચારીને ચોઈસ ભરવાની રહેશે. વિદ્યાર્થીઓએ જે પસંદગીની કોલેજમાં પ્રવેશ જોઈએ છે તે કોલેજોને ઉતરતા ક્રમમાં મુકવાની રહેશે અને હાલ મળેલી કોલેજને પસંદગીમાં સૌથી નીચે રાખવાની રહેશે. જો વિદ્યાર્થીને આ રીશફલિંગમાં તેમની નવી ચોઈસ પ્રમાણે બેઠક નહીં મળે તો અગાઉની બેઠક પર પ્રવેશ ચાલુ જ રહેશે.
પ્રથમ રાઉન્ડમાં ૮થી૧૦ તારીખ સુધીમાં પ્રવેશ મેળવાનારા ૨૭૨૯૦ જેટલા વિદ્યાર્થીઓએ બેંકમાં ફી ડીપોઝીટ કરીને જે તે કોલેજમાં જઈને ડોક્યુમેન્ટ જમા કરીને પ્રવેશ નિશ્ચિત કરવાનો હતો ત્યારે આજે અંતિમ દિવસે હજુ પણ અનેક વિદ્યાર્થીઓ કોલેજમાં ડોક્યુમેન્ટ જમા કરવા માટે અને પ્રવેશ નિશ્ચિત કરવા માટે બાકી રહી ગયા છે

Post a Comment

0 Comments