new

સિહોરની શારદા મંદિર વિદ્યાલયના શિક્ષિકાને 'જોઈ લેવા'ની ધમકી

સિહોર શહેરના ખારાકૂવા વિસ્તારમાં આવેલી શારદા મંદિર વિદ્યાલયમાં ફરજ બજાવતા શિક્ષિકાને તેના સહ કર્મચારી શિક્ષિકા અને તેના પુત્રએ જોઈ લેવાની ધમકી આપી તોડફોડ કરતા મામલો પોલીસ મથકમાં પહોચ્યો હતો. જ્યારે સામા પક્ષે પણ શાળા સંચાલકો સામે અનેક આક્ષેપો કરવામાં આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ સિહોરના ખારાકૂવા વિસ્તારમાં આવેલ શારદા મંદિર વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને ભાવનગર ખાતે રહેતા આશાબેન મહેશભાઈ દવે છેલ્લા ૯ માસથી ગેરહાજર હોય, જેઓ શાળામાં હાજર થવા જતાં અન્ય શિક્ષિકા કલ્પનાબેન દિલીપભાઈ ભટ્ટ (ઉ.વ.પ૦)એ તેઓને મેડિકલ સર્ટીફિકેટ લઈ ટ્રસ્ટી પાસે હાજર થવાનું કહેતા આશાબેન દવે અને તેમનો પુત્ર પાર્થ મહેશભાઈ દવેએ ઉશ્કેરાઈ જઈ શિક્ષિકા કલ્પનાબેન દવે સાથે તૂં તૂં.. મેં..મેં... કરી ખુરશીનો ઘા કરી દીધો હતો અને બહાર આવો એટલે જોઈ લેવાની ધમકી આપી હતી. જે બનાવ અંગે કલ્પનાબેન ભટ્ટે આશાબેન દવે તેમજ તેમના પુત્ર પાર્થ દવે સામે સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હે.કો.વી.જે.ચૌહાણે હાથ ધરી છે.
જ્યારે સામાપક્ષે આશાબેન દવેએ એવો આક્ષેપ કર્યો હતો કે, તેઓને છેલ્લા નવેક માસથી શાળાના આચાર્યા હાજર થવા ન દેતા હોય, ઉપરાંત આચાર્યોએ રાગાદ્રેશ રાખી હાજ રિપોર્ટ પણ સ્વિકારવાની ના પાડી હતી. આજે શિક્ષણધામમાં થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામાથી શિક્ષણ જગતમાં આશ્ચર્ય સાથે ચકચાર મચી જવા પામી છે

Post a Comment

0 Comments