new

તમે પણ ચેતજો! આવી રીતે થાય છે તમારા ATMમાંથી રૂપિયા ગાયબ!

તમે પણ ચેતજો! આવી રીતે થાય છે તમારા ATMમાંથી રૂપિયા ગાયબ!

- પાસવર્ડ માંગી સાયબર ક્રાઇમ આચરતી ટોળકીનું નેટવર્ક ઝારખંડ?
- મહેસાણા સહિ‌ત ઉ.ગુજરાતના ચારે જિલ્લાઓને ઘમરોળતી સાયબર ક્રાઇમ ટોળકી
- એટીએમ પાસવર્ડ તેમજ પીન નંબરના આધારે ખાતામાંથી મોટી રકમ ઉપાડી લે છે
- મહેસાણામાં નોંધાયેલી સાતથી વધુ ફરિયાદ, અરજીઓની સંયુક્તપણે હાથ ધરાયેલી તપાસ
 
મોબાઇલ ફોન કરી એટીએમનો પાસવર્ડ તેમજ પીન નંબર મેળવી સાયબર ક્રાઇમ આચરતી ટોળકી મહેસાણા સહિ‌ત ઉત્તર ગુજરાતને ઘમરોળી રહી છે, ત્યારે મહેસાણાના જજ તેમજ બનાસકાંઠાના મહિ‌લા પોલીસ પણ તેમાંથી બાકાત નથી. એટીએમ કાર્ડ ધરાવતા હજારો બેંક ગ્રાહકોને નિશાન બનાવાનું નેટવર્ક ઝારખંડથી ચાલતું હોવાનું હાલના તબક્કે પોલીસ તપાસમાં ખૂલ્યું છે. ત્યારે મહેસાણા પોલીસે તે દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે. નોંધનીય છે કે, મોટેભાગે નેટબેન્કિંગથી સાયબર ક્રાઇમ આચરતી ટોળકી એટીએમનો ઉપયોગ ટાળતી હોઇ બેંક તેમજ પોલીસની નજરથી તે આબાદ રીતે બચી રહી છે.
 
એટીએમ કાર્ડધારકને મોબાઇલ ફોન કરી તેમના બેંક એકાઉન્ટ તેમજ એટીએમ પાસવર્ડ અને પીન નંબરની માહિ‌તી માંગી તેમના ખાતામાંથી મોટી રકમ તફડાવી જવાની ઘટના મહેસાણા સહિ‌ત ઉત્તર ગુજરાતના અનેક એટીએમ કાર્ડધારકો સાથે બની છે. પોલીસ તેમજ બેંક સત્તાધિશોને માથું ખંજવાળવા મજબૂર કરી રહેલ આ સાયબર ક્રાઇમ નેટબેંકિંગ દ્વારા આચરાતુ હોવાનું હાલના તબક્કે મનાઇ રહ્યું છે. ત્યારે મહેસાણા જિલ્લામાં છેલ્લા એક મહિ‌ના દરમિયાન સાયબર ક્રાઇમને લગતી આવી સાતથી વધુ ફરિયાદ, અરજીની હાથ ધરાયેલી તપાસ ઝારખંડ સુધી લંબાઇ છે. 
 
પોલીસના મત મુજબ ઝારખંડથી ખરીદેલા બોગસ મોબાઇલ સીમકાર્ડને આધારે સાયબર ક્રાઇમ આચરાઇ રહ્યું છે. ત્યારે બેંક સત્તાવાળાઓના કહેવા મુજબ સાયબર ક્રાઇમ આચરનાર પાસે ગ્રાહકનો એકાઉન્ટ નંબર અગાઉથી જાણતો હોવો જોઇએ, બાકી તે માત્ર એટીએમના પાસવર્ડના આધારે ગ્રાહકના એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી શકે નહીં. મહેસાણા પોલીસે હાલના તબક્કે ભોગ બનનાર વ્યક્તિઓના મોબાઇલમાં આવેલા નંબરોનો લોકેશન મેળવવા સહિ‌તના દિશામાં તપાસ લંબાવી છે.

Post a Comment

0 Comments